ગુજરાત

gujarat

ETV Bharat / state

બસમાં એક્સ્ટ્રા લગેજનું ભાડું ચૂકવીને દારૂની હેરાફેરી કરનારો બૂટલેગર ઝડપાયો - liquor news in gujarat

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બૂટલેગરો દારૂની હેરાફેરી માટે અવનવા રસ્તાઓ અજમાવી રહ્યા છે. છોટાઉદેપુરથી અમદાવાદ જઈ રહેલી બસમાં એક્સ્ટ્રા લગેજનાં પૈસા આપીને દારૂની હેરાફેરી કરતો બૂટલેગર બસ ચાલકની શંકાનાં આધારે ઝડપાયો છે. પોલીસે અંદાજે 30 હજારની કિમતનાં વિદેશી દારૂ સાથે બૂટલેગરની ધરપકડ કરી છે.

બસમાં એક્સ્ટ્રા લગેજનું ભાડું ચૂકવીને દારૂની હેરાફેરી કરનાર બૂટલેગર ઝડપાયો
બસમાં એક્સ્ટ્રા લગેજનું ભાડું ચૂકવીને દારૂની હેરાફેરી કરનાર બૂટલેગર ઝડપાયો

By

Published : Feb 10, 2021, 11:56 AM IST

  • બુટલેગરે દારૂની હેરાફેરી માટે અપનાવ્યો નવો કિમિયો
  • દારૂને બસમાં લઈ જવા માટે લગેજનું અલગથી ભાડું ચૂકવ્યું
  • બોડેલી પોલીસે બુટલેગર વિનુ રાઠવાને ઝડપી પાડ્યો

છોટાઉદેપુર: બોડેલી બસ ડેપોમાંથી છોટાઉદેપુર-અમદાવાદ રૂટની બસમાં પ્રવાસીનાં લગેજ પર ડ્રાઈવરને શંકા જતા લગેજ બોક્સમાં મુકેલો થેલો તપાસ્યો હતો.થેલો ખોલતાં જ અંદરથી વિદેશી દારૂની બોટલો મળી આવતા બસ ડેપોનાં કર્મચારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. બનાવની જાણ બોડેલી પોલીસને કરાતા પોલીસે દારૂ સાથે આરોપીની અટકાયત કરી છે.

બોડેલી પોલીસે મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી

બસ છોટાઉદેપુરથી અમદાવાદ શહેર ખાતે આવી રહી હતી. તે દરમિયાન બોડેલી ડેપો ખાતે પહોંચતા ડ્રાઈવરને લગેજને લઈને શંકા ગઇ હતી. જેના કારણે ડ્રાઈવરે લગેજ બોક્સમાં થેલો તપાસતા વિદેશી દારૂની બોટલો હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ બોડેલી પોલીસને કરાતા પોલીસ તાત્કાલિક બસ ડેપો પર પહોંચી હતી અને લગેજ બોક્સમાંથી થેલો કાઢીને બસમાંથી વિનુ રાઠવા(રહે.લગામી ગામ, છોટાઉદેપુર)ને રૂપિયા 29025ની કિંમતના વિદેશી દારૂ સાથે કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details