ગઢબોરીયાદ ગામમાં રહેતી શિક્ષિકા અલ્પાબેન ઝાલાની હત્યા થતાં પથંકમાં ચકચાર મચી છે. જેમાં મૃતક શિક્ષિકાના પિતાએ તેના પતિ મુકેશ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, "તેમની દીકરીને તેનો પતિ અવારનવાર મારઝૂડ કરતો હતો અને બાળકોને ધાબા પરથી ફેંકી દેવાની ધમકી આપતો હતો."
છોટાઉદેપુરના ભોરીયા ગામે શિક્ષિકાની કરાઈ હત્યા - છોટાઉદેપુર સમાચાર
છોટાઉદેપુરઃ જિલ્લાના નસવાડી તાલુકાના ભોરીયા ગામે શિક્ષિકાની હત્યા કરવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મૃતકના પતિ પર જ હત્યા કરી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જેથી પોલીસે મૃતકના પતિ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, શિક્ષિકાની બહેને ફોન કર્યો હતો. પણ શિક્ષિકાનો તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. એેટલે તેણે પડોશીને ફોન કરી અલ્પા સાથે વાત કરવવાનું જણાવ્યું હતું. એટલે પાડોશી અલ્પાબેનના ઘરે ગયા હતા. ત્યારે પાડોશીએ અલ્પાનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં જોયો હતો.
ઘટનાની જાણ થતાં નસવાડી પોલીસે તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હાથ ધરી હતી. તપાસમાં મૃતદેહ પાસેથી લોહીવાળો ફ્રાયપીનનો તવો મળ્યો હતો. જેથી ફ્રાયપીનના તવા વડે ગળામાં મારી હત્યા કરી હોવાનું મનાઈ રહ્યું છે. હાલ, આ ઘટનામાં પોલીસે મૃતકના પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.