છોટા ઉદેપુર:છોટા ટાઉદેપુર (Murder in Chhota Udepur) જિલ્લામાં ગરીબ આદિવાસી લોકો મજૂરી કરીને પોતાનું પરિવારનું ગુજરાણ ચલાવતા હોય છે, જેને લઈને માત્ર 40 રૂપિયાની માથાકુટમાં પુત્રએ પિતાની હત્યાકરીની (son killed father) ઘટના સામે આવી છે.
માત્ર 40 રૂપિયાની બાબતમાં પુત્રએ કરી પિતાની હત્યા, જાણો શું બની ઘટના આ પણ વાંચો:યુવકની હત્યાના આરોપીને આગ્રાથી પકડી લેવામાં સફળતા મળી, પોલીસે આ રીતે ઉકેલ્યો ભેદ
માત્ર 40 રૂપિયાની માથાકૂટમાં પુત્રએ પિતાની હત્યા કરી
છોટા ઉદેપુર જીલ્લાના દામણીયાઆંબા ગામના ભીલ ઈશ્વરભાઈને આઠ સંતાનો પૈકીના ફુગર ભીલ ઘરે હતો. જયારે બાકીના સંતાનો ક મજૂરી અર્થે ગયેલાં હતાં, ત્યારે ફૂગર ભીલ ઘરમાંથી તુવેર લઇને ગામની દુકાને શાકભાજીનાં રૂપિયા 40 બાકી હતાં તે ચૂકવવા જતો હતો, ત્યારે પિતા ઈશ્વરભાઈ ભીલે પુત્રને તુવેર ખાવા માટે રહેવા દે મજૂરીનાં પૈસા આવે તો શાકભાજીના ઉધાર રૂપિયા 40 ચૂકવી દઇશું. તેમ જણાવતાં 15 વર્ષનો પુત્ર ફૂગર ભીલે આક્રોશમાં આવી પિતાને લાકડી અને લોખંડની પરાઈથી પિતાના માથાના અને પીઠના ભાગમાં માર મારતા ઘટના સ્થળે જ મોત થયું હતું. હત્યારાના મોટાભાઈએ ફૂગર વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી જેને લઇ નસવાડી પોલીસે ગણત્રીના કલાકો માજ હત્યારા પુત્રની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો:ઘરની તકરારમાં 5 વર્ષના બાળકનું અપહરણ કરી કરાઈ હત્યા, જાણો સમગ્ર ઘટના
આદિવાસી વિસ્તારમાં રોજગારીના અભાવથી અવાર નવાર બનાવો બને છે
આદિવાસી વિસ્તારમાં રોજગારીના અભાવથી અવાર નવાર સમાન્ય બાબતે આવા અનેક બનાવો બનતા હોય છે . આ પરિવારમાં આઠ સંતાનો અને માતા પિતા મળી કુલ 10 જેટલા સભ્યો ખેતી અને ખેત મજૂરી કરીને ઘર ગુજરાન ચલાવતા હતા. આ પરિવારનો એક 15 વર્ષનો પુત્ર ફૂગર ભીલ ગામની એક દુકાનમાં 40 રૂપિયા ચૂકવવાના બાકી હતા તે ચૂકવવા માટે પુત્રએ ઘરમાંથી ખેતીમાં પાકેલ તુવેર વેચવા માટે લઈને જતા હતો જેથી પિતાએ પુત્રને અટકાવયો હતો જેવી સમાન્ય બાબતે હત્યાનો બનાવ બનતાં 15 વર્ષનો પુત્ર પોલિસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.