ચીફ ઓફિસરે જણાવ્યું કે, સી.સી પટેલ હોસ્પિટલ દ્વારા શરત ભંગ કરવામાં આવી છે. તેથી અમોએ 2 ડિસેમ્બર, 2019ના રોજ નોટિસ આપી હતી અને ત્રણ દિવસમાં હોસ્પિટલ ખાલી કરવા જણાવ્યું હતું. તેથી આજરોજ ત્રણ દિવસ પુરા થતા અમે આ કાર્યવાહી કરેલ હતી.
છોટાઉદેપુરમાં શરત ભંગ કરતા મેડિટોપ હોસ્પિટલના 10 રૂમોને કરાયા સીલ - મેડિટોપ હોસ્પિટલના 10 રૂમોને કરાયા સીલ
છોટાઉદેપુરઃ જનરલહોસ્પિટલ સામે આવેલા સી. સી.પટેલ આઈ હોસ્પિટલમાં ચાલતી મેડિટોપ હોસ્પિટલના 10 રૂમોને ગુરુવારના રોજ નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ઝાકીર દડી અને ચીફ ઓફિસર હરીશ શર્માએ સીલ કરી દીધા હતા.
છોટાઉદેપુરઃ
નગર સેવાસદન દ્વારા હોસ્પિટલ સીલ કરવાની કાર્યવાહી કરી ત્યારે, હોસ્પિટલમાં 10 દર્દી દાખલ હતા. તે રૂમોને સીલ કરવામાં આવ્યા નથી. મેડિટોપ હોસ્પિટલના ડૉક્ટર રમેશ પટેલે જણાવ્યું કે, સદર બાબતે કોર્ટમાં કેસ ચાલુ છે અને મારા હોસ્પિટલમાં દર્દીઓ દાખલ હોવા છતાં મેડિકલ સ્ટોર અને અન્ય રૂમોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે. તે અમાનવીય છે અને હું કાયદાકીય કાર્યવાહી કરીશ.