છોટા ઉદેપુર : છોટા ઉદેપુર જિલ્લામાં છેલ્લા 48 કલાક દરમિયાન ભારે વરસાદ (Rain in Chhota Udepur) વરસતાં અસરગ્રસ્ત પરિવારો રાહત કેમ્પમાં સહારો લીધો છે. છોટા ઉદેપુર જિલ્લામાં છેલ્લા 48 કલાક દરમિયાન ભારે વરસાદ વરસતાં બોડેલી તાલુકાના 22 ગામોમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ હતી. તેને લઈને જિલ્લા વહીવટી (Chhota Udepur Relief camps) તંત્ર દ્વારા જિલ્લામાં કુલ 8245 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
ભારે વરસાદ વરસતાં હજારો લોકોને ખસેડાયા સલામત સ્થળે આ પણ વાંચો :Rain in Vadodara : શહેરમાં વરસાદને પગલે હેલ્પલાઇન નંબર કરાયો જાહેર
લોકો માટે સુવિધા કરાય ઉપલબ્ધ - છોટા ઉદેપુર જિલ્લાના (Moonsoon Gujarat 2022) બોડેલીમાં વીતેલા 48 કલાકમાં 22 ઇંચ જેટલા ખાબકેલા વરસાદને લઇને નિચાણવાળા વિસ્તારમાં પાણી ઘુસી ગયા હતા. વર્ધમાન સોસાયટી, રજા નગર અને દીવાન ફળિયામાં (Gujarat Weather Prediction) એક મકાનની છત ડૂબી જાય એટલું પાણી ભરાતા તંત્ર દ્વારા બચાવ કામગીરી કરવામાં આવતા 245 જેટલા લોકોને રેક્સ્યુ કરી બચાવી લેવામાં આવ્યા હતા. અસરગ્રસ્ત પરિવારોને (Gujarat Rain Update) હાલ શેઠ શ્રી એસ.એસ. શિરોલાવાલા હાઈસ્કુલમાં રાહત કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. જ્યાં તેઓને નાસ્તા જમવા સહિત મેડિકલની પણ સુવિધા આપવામાં આવે છે.
આ પણ વાંચો :ભારે વરસાદના કારણે અનેક પંથકમાં 'બત્તી ગૂલ મીટર ચાલુ'
લોકોને સહાયને લઈને આશા -અતિભારે વરસાદને લઈને પ્રભાવિત થયેલા બોડેલી વિસ્તારની રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે હવાઈ નિરીક્ષણ કર્યું હતું. બોડેલીના દીવાન ફળિયામાં રૂબરૂ જઈને સ્થળ મુલાકાત લીધી હતી. જ્યારે શિરોલાવાલા હાઈસ્કૂલ ખાતે રાહત કેમ્પમાં જઈને અસરગ્રસ્ત પરિવારો પ્રશ્ન કરી સરકાર તરફથી જરૂરી સુવિધાઓ પુરી પાડવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. રાહત કેમ્પમાં રહેતા (Rain In Gujarat) અસરગ્રસ્ત પરિવારો સાથે વાત કરતાં અસરગસ્ત મહિલાઓ જણાવી રહી છે કે, ભારે વરસાદ વરસતાં અમારા ઘરોમાં પાણી ભરાઈ જતાં અમે માત્ર પહેરેલ કપડે જીવ બચાવી નીકળી ગયા હતા. અહીંયા રાહત કેમ્પમાં અમોને જમવા સહિતની સુવિધાઓ આપવામાં છે. હાલ અમારા ઘરમાં તમામ ચીજ વસ્તુઓ પલળી ગઈ છે સરકાર અમને કઈક સહાય કરે એવી આશા રાખીએ છીએ તેમ જણાવ્યું હતું.