છોટાઉદેપુરના તમામ નગરજનો દ્વારા હર્ષોલ્લાશ સાથે રથયાત્રામાં ભાગ લઈ અને દર્શનનો લ્હાવો લીધો હતો. અને જય રણછોડના નાદથી તમામ વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
છોટાઉદેપુરમાં કોમી એકતા સાથે રથયાત્રા નગરમાં ફરી - gujarat
છોટાઉદેપુરઃ રણછોડજીના મંદિરેથી રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેમાં છોટાઉદેપુરના નગરપાલિકા પ્રમુખ નેહબેન જયસ્વલ દ્વારા મંદિરમાં સફાઈ કરી અને દર્શન કર્યા હતા.

cud
છોટાઉદેપુરમાં કોમી એકતા સાથે રથયાત્રા નગરમાં ફરી
રણછોડજીની યાત્રા મેઈન બજારમાં થઈ પાવર હાઉસ ચાર રસ્તા પહોંચી હતી જ્યાં મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ઠેર-ઠેર પ્રસાદી અને ઠંડા પીણાની વ્યવસ્થા કરી હતી.
રથયાત્રા ક્લબ રોડ થઈ નવાપુરાથી પસાર થઇને રણછોડજી મંદિર ખાતે પહોંચી હતી. આ સમગ્ર યાત્રામાં કોઈ બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરાયો હતો.