રણજીતસિંહ રાઠવાની ઉમેદવારી નોંધાવવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો નારાયણ સ્કૂલ ખાતે એકઠા થયા હતા. રણજીતસિંહ રાઠવાએ છોટાઉદેપુર ખાતે મંદિરોમાં જઇ દર્શન કર્યા હતા અને જીત માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. તેમજ છોટાઉદેપુરમાં આવેલા મહાત્મા ગાંધી, બિરસામુંડા, સરદાર પટેલ, મહારાજા સહિતમહાપુરુષોની મૂર્તિઓ પર હાર ચઢાવીને નમન કર્યું હતું.
કોંગ્રેસ ઉમેદવાર રણજીતસિંહ રાઠવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું - ranjitsingh ratahava.
છોટાઉદેપુર: લોકસભા બેઠક 21 પર આજરોજ પ્રથમ ઉમેદવારી કોંગ્રેસના રણજીતસિંહ રાઠવાએ નોંધાવી હતી. ઉમેદવારી નોંધવા માટે છોટાઉદેપુર આવતી વખતે ઠેર ઠેર કાર્યકરો દ્વારા સ્વાગત કર્યું હતું અને હાર પહેરાવ્યા હતા.

સ્પોટ ફોટો
રણજીતસિંહ રાઠવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું
તો ત્યાર પછી કાર્યકરો તેમજ કોંગી નેતા નારણ રાઠવા, મોહનસિંહ રાઠવા, સુખરામ રાઠવા સાથે જિલ્લા સેવાદન ખાતે રેલી સ્વરૂપે પહોંચ્યા હતા અને ચૂંટણી અધિકરી સમક્ષ ઉમેદવારી નોંધાવીહતી. અત્રે ઉલ્લેખનિય છે કે સંખેડાના માજી ધારાસભ્યની હાજરી નરહેતા તે મુદ્દોકાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.