પ્રાપ્ત વિગતો અનુસાર, છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ગંઠોથ ગામમાં બે મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેમાં ગણતરીના સમયમાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ હતુ.
છોટાઉદેપુરના ગંઠોથ ગામના બે મકાનોમાં આગ, ઘરવખરી બળીને ખાખ
છોટઉદેપુરઃ બોડેલી તાલુકાના ગંઠોથ ગામના બે મકાનોમાં અચાનક આગ લાગી હતી. જેમાં મકાનની સંપુર્ણ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.
છોટાઉદેપુરના ગંઠોથ ગામના બે મકાનોમાં આગ, ઘરવખરી બળીને ખાખ
આગના પગલે ગામ લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. લોકો ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગ ઉપર પાણીનો છટંકાવ કરી આગ પર કાબુ મેળવતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.