ગુજરાત

gujarat

ETV Bharat / state

પુલવામા હુમલાને નારન રાઠવાએ વહીવટી તંત્રની ગણાવી ચૂક - Administrative system

છોટાઉદેપુર: પુલવામા સુરક્ષા જવાનોના કાફલા પર થયેલા હુમલામાં શહીદ જવાનોનાં માનમાં છોટાઉદેપુરમાં એક વિશાલ કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. તો રાજ્યસભાના સાંસદ સહિત નગરના તમામ સમાજના લોકોએ શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. હુમલાને નારન રાઠવાએ વહીવટી તંત્રની ચૂક ગણાવી હતી.

સ્પોટ ફોટો

By

Published : Feb 16, 2019, 3:45 PM IST

કાશ્મીરના પુલવામા ભારતીય સેનાના જવાનોના કાફલા પર થયેલા આંતકવાદી હુમલામાં વીરગતિ પામેલા શહીદ જવાનોના માનમાં છોટાઉદેપુર ખાતે એક વિશાલ કેન્ડલ માર્ચ યોજાઈ હતી. નગરના કાલી માતાના મંદિર સામે તમામ જાતી સમાજના લોકોએ ભેગા થઇ શહીદ જવાનોને પુષ્પાંજલી અર્પણ કરી હતી. ત્યારબાદ કેન્ડલ અને મશાલ રેલી યોજી પાકિસ્તાન મુર્દાબાદનાં નારા લગાવ્યા હતા.

જુઓ વિડીયો

વીર શહીદોના સન્માનમાં રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા સહિત નગર સેવા સદનનાં તમામ સભ્યો અને મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. વિશાળ યોજાઈ હતી. રેલી બજારમાં થઈને આંબેડકર ચોક પાસે સમાપ્ત કરવામાં આવી હતી. તો રેલીમાં હાજર કોંગ્રેસના રાજ્ય સભાના સાંસદ નારણ રાઠવાએ હુમલાને વખોડી કાઢતા આઈ બીનાં ઈનપુટ હોવા છતાં હુમલો થવા પાછળ ક્યાંકને ક્યાંક વહીવટી તંત્રની ચૂક હોવાનું જણાવ્યું હતું.

ઈનપુટ મળ્યા બાદ જ્યારે આટલી મોટી સંખ્યામાં જવાનોને ખસેડવાના હતા તો એરફોર્સનાં વિમાન દ્વારા જવાનોને શિફ્ટ કરવામાં આવ્યા હોત તો આ ઘટનાને ટાળી શકાઈ હોત તેમ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details