ગુજરાત

gujarat

ETV Bharat / state

મહિલા PSI અને હેડ કોન્સ્ટેેબલે ન રાખી ખાખીની લાજ

છોટા ઉદેપુરના કરાલી પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલ લાંચ (Police bribery in Chhota Udepur) લેતા રંગે હાથે ઝડપાયા છે. ફરિયાદીનો ગુનો દબાવવા માટે લાંચની માંગણી કરી હતી. પરંતુ આ કેસમાં હેડ કોન્સ્ટેબલની ACBએ રંગે હાથે ઝડપી પાડ્યા પણ મહિલા પોલીસ હજુ સુધી ક્યાંય દેખાઈ નથી.

મહિલા PSI અને હેડ કોન્સ્ટેેબલે ન રાખી ખાખીની લાજ
મહિલા PSI અને હેડ કોન્સ્ટેેબલે ન રાખી ખાખીની લાજ

By

Published : Jun 16, 2022, 1:45 PM IST

છોટા ઉદેપુર : છોટાઉદેપુર જિલ્લામાં કરાલી પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર (Police Bribery in Chhota Udepur) અને હેડ કોન્સ્ટેબલ 35 હજારની લાંચ લેતા ACB એ રંગે હાથે ઝડપી પાડયા છે. પોલીસ મથકમાં ફરીયાદી પર ઈંગ્લીશ દારુનો કેસ કરેલો હતો જે ગુનાને અટકાવવા અને કોર્ટમાં જલ્દી રજુ કરવા સવલત આપવા માટે 40,000ની લાંચની માંગણી હેડકોન્સ્ટેબલ કિરણ વસાવાએ કરેલી હતી. જે રકઝકના (Head constable bribery case) અંતે 35,000 આપવાના નક્કી થયું હતું. જે લાંચની રકમ ફરીયાદીએ આરોપીઓને આપવા માંગતા ન હતો તેથી ACBનો સંપર્ક કરી ફરિયાદ કરી દીધી હતી.

મહિલા ઇન્સ્પેકટર અને હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા

આ પણ વાંચો :લાંચિયો PSI : દારૂનો કેસ ન કરવા માગી લાંચ, તો કોણે ઝડપી લીધો જૂઓ

35000ની લાંચ - ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનુ આયોજન કરતા આ કામના આરોપી (ACB Police) હેડ કોન્સ્ટેબલ કિરણ વસાવાએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી 35,000ની લાંચની માંગણી કરેલી હતી. જે રકમ સ્વીકારતા પહેલા આરોપી હેડ કોન્સ્ટેબલ કિરણ વસાવાએ મહીલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાથે ટેલીફોનથી વાત કરી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કરાલી, ખાતે હેડ કોન્સ્ટેબલએ ફરીયાદી પાસેથી સ્થળ પર 35,000 સ્વીકારતા હેડ કોન્સ્ટેબલ કિરણ વસાવાને ACB પોલીસે રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :Rajkot Police Bribery: રાજકોટ પોલીસના કથિત તોડકાંડ પર હાર્દિક પટેલે પોલીસ કમિશનર પર કર્યા ગંભીર આક્ષેપ

મહિલા પોલીસ મળી આવ્યા નથી - ફરિયાદીને દારુના ગુનામાં વધું સવલત આપવા ફરિયાદી પાસેથી રંગે હાથે લાંચ લેતા હેડ કોન્સ્ટેબલને ACBએ ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે, જ્યારે મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર. જે ચોટલીયા તપાસ દરમિયાન મળી આવ્યા નથી. જ્યારે હેડ કોન્સ્ટેબલની લાંચ રૂશ્વત વિરોધી (Police Bribery Case) બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી છે. છોટાઉદેપુર ACB પોલીસ સ્ટેશનના PI એસ.વી.વસાવા, એ મદદનીશ નિયામક ACB વડોદરા એકમના સુપરવિઝન અધિકારી પી.એચ. ભેસાણીયાના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન હાથ ધરવામાં આવતાં છોટાઉદેપુર (Women Police Bribery Case) પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામી છે.

ABOUT THE AUTHOR

...view details