ગુજરાત

gujarat

ETV Bharat / state

Leopard attack in ChhotaUdepur : મુવાડા ગામે દીપડાએ ઘરમાં ઘૂસી હુમલો કરી પાછલા દરવાજેથી ભાગી છૂટયો

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના મુવાડા ગામના પાંચ વ્યક્તિ પર (Leopard attack in ChhotaUdepur) દીપડાએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ વન વિભાગને થતાં રેકક્ષ્યું હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ દીપડો ઘરના દરવાજામાંથી (Leopard attack in Muvada) નીકળી ભાગી છૂટયો..

By

Published : Mar 31, 2022, 12:56 PM IST

Leopard attack in ChhotaUdepur : મુવાડા ગામે દીપડાએ ઘરમાં ઘૂસી હુમલો કરી પાછલા દરવાજેથી ભાગી છૂટયો
Leopard attack in ChhotaUdepur : મુવાડા ગામે દીપડાએ ઘરમાં ઘૂસી હુમલો કરી પાછલા દરવાજેથી ભાગી છૂટયો

છોટાઉદેપુર : પાવીજેતપુરના મુવાડા ગામે બપોરના સમયે ખેતરમાં કામ કરતાં બે વ્યક્તિઓ (Leopard Attack in ChhotaUdepur) ઉપર દીપડાએ હુમલો કર્યો છે. દિપડાએ હુમલો કરી દિવાર નાયકાનાં મકાનમાં દીપડો ઘૂસી ગયો હતો. જયાં મકાનમાં ત્રણ વ્યક્તિ પર હુમલો કરતાં કુલ પાંચ લોકોને દીપડોએ ઝપટે લઈને સામાન્ય ઈજાઓ પહોંચાડી છે. હુમલામાં ઇજાગ્રસ્ત પાંચ વ્યક્તિઓને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની સારવાર કર્યા બાદ રજા આપી દેવામાં આવી હતી.

મુવાડા ગામે દીપડાએ ઘરમાં ઘૂસી હુમલો કરી પાછલા દરવાજેથી ભાગી છૂટયો

દીપડો ઘૂસ્યો ઘરમાં -દીપડો જે જે મકાનમાં ઘૂસ્યો (Leopard Attack in Pavijetpur) હતો તે મકાનમાં બીજા ત્રણ વ્યક્તિઓ ફસાયા જવા પામ્યા હતા. તેઓને બહાર કાઢવા વન વિભાગ દ્વારા રેકક્ષ્યું હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે ઘરમાં ઘુસેલા દિપડાને પાંજરે પુરવા માટે વન વિભાગે પાંજરા ગોઠવવામાં આવ્યાં હતાં. જંગલ વિસ્તારમાંથી અવારનવાર પ્રાણીઓ ખુલ્લા રસ્તા પર લટાર મારતા હોય છે. ત્યારે મહત્વનું એ છે કે, જો આવી બળવાન પ્રાણી કોઈ ગામમાં ઘૂસી જાય તો લોકોનો જીવ તાળવે ચોંટી જતો હોય છે. પરંતુ વન વિભાગની ટીમ સમયઅંતરે પહોંચતા લોકો હાસકારો અનુભવતા હોય છે.

આ પણ વાંચો:રોસવાડાના લોકોએ લીધો રાહતનો શ્વાસ, આટાંફેરા કરતો દીપડો પૂરાયો પાંજરે, જૂઓ વીડિયો

મકાનમાં લોકો ફસાયા - આ અંગે પાવીજેતપુરના RFO વનરાજસિંહ સોલંકી જણાવ્યું હતું કે, દિપડાનાં હુમલાની ઘટનાની જાણ થતાં જ છોટાઉદેપુર DFO તેમજ વન વિભાગની ટીમ મુવાડા ગામે ઘટના સ્થળે પહોંચ્યા હતા. દીવાર નાયકના (Leopard Attack in Muvada) મકાનમાં દિપડો ઘૂસ્યો હતો અને જે મકાનમાં લોકો ફસાયા હતા. જો કે, તેઓને બીજા દરવાજેથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જ્યારે દિપડાને પાંજરે પુરવા માટે બકરીનું મારણ પણ મૂકવામાં આવ્યું હતું. તેમજ જે મકાનમાં દીપડો ઘૂસ્યો હતો તે મકાન ફરતે જાળી પણ બાંધવામાં આવી હતી.

આ પણ વાંચો:વાંસકુઇ ગામે કૂવામાં પડેલા દીપડાને વન વિભાગે રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યો

દીપડો ભાગી ગયો - ટ્રેપ કેમેરા ગોઠવી દીપડા ઉપરની હાલચાલ (ChhotaUdepur Forest Department) પર નજર રાખવામાં આવી હતી. જરૂર પડે દીપડાને બેભાન કરવા ટેસ્યુલર ગન પણ તૈયાર રાખવામાં આવી હતી. અને દીપડાના હુમલાથી ઈજા ગ્રસ્ત લોકોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.બપોરથી સાંજ સુધી દીપડાને પાંજરે પૂરવાનાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. પરંતુ સાંજ પડતાં ઘરના દરવાજા માંથી નીકળી જંગલમાં દીપડો ભાગી છૂટયો હતો.

ABOUT THE AUTHOR

...view details