છોટાઉદેપુરઃ જિલ્લા વન વિભાગ હસ્તકમાં 80 દીપડાઓ જંગલમાં વસવાટ કરે છે. જેમાં મંગળવાર રાત્રે એક ચાર વર્ષની દીપડી રોનવડ ગામે રામસિંગ ભાઈના ખેતરમાં આવી પહોચી હતી. ખેતરની પાસે આવેલા કુવામાં રાત્રે પડી જતા આખી રાત કુવામાં રહી હતી. સદનસીબે કુવામાં એક પાટિયું હતું તેના પર બેસીને પોતાનો જીવ બચાવ્યો હતો. સવારે આર.એફ.ઓ હિતેન્દ્ર ચાવડાને જાણ થતાં છોટાઉદેપુર નાયબ વન સંરક્ષક નિલેશ પંડ્યા પોતાની ટીમ સાથે અડધો કલાકમાં સ્થળ પર પહોંચી ગયા હતા.
છોટા ઉદેપુરના રોનવડ ગામમાં દીપડી કુવામાં પડી, વન વિભાગે રેસ્ક્યુ કરી - દીપડી
છોટા ઉદેપુરના રોનવડ ગામમાં દીપડી કુવામાં પડી ગઈ હતી. ત્યાર બાદ તેને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી હતી.
દીપડી કુવામાં પડી
નિલેશ પંડ્યાની ટીમ દ્વારા ત્રણ-ચાર કલાકની મહેનત બાદ કુવામાં નિસરણી બનાવીને મુકતા દીપડી તેના પર ચઢીને બહાર નીકળી ગઈ હતી અને જંગલમાં જતી રહી હતી. દીપડી ગામમાં આવી જતા લોકોના જીવ પડીકે બંધાયા હતા. દીપડીને પણ ગામ લોકોથી ભય લાગ્યો હશે. જેથી તે જંગલ તરફ નાસી છૂટી હતી. ત્યારે ગામ લોકોએ હાશકારો થયો હતો.