- ટેકાના ભાવે ડાંગરની ખરીદીની મુદતમાં વધારો કરાયો
- 1570 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું
- ખેડૂતોમાં ખુશી ની લહેર ફેલાઈ
છોટાઉદેપુરમાં સરકારે ટેકાના ભાવે ડાંગરની ખરીદીની સમય મર્યાદામાં વધારો કરાયો
આ વર્ષે ખેડૂતોની સુખાકારી માટે ગુજરાત સરકારના પુરવઠા વિભાગ દ્વારા ગુણવતા અનુસાર રુપુયા 1888 અને રૂપિયા 1868 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ડાંગર ખરીદી કરવામાં આવી રહી છે.આમ તો ગત્ત 31મી ડિસેમ્બરના રોજ મુદત પૂર્ણ થઈ ગઈ હતી.પરંતુ કેટલાક ખેડૂતોની ડાંગર વેચાઈ ન હતી. તેને લઇ સરકારે ખેડૂતોના હિતમાં ડાંગર ખરીદની સમય મર્યાદા 1 મહિના સુધી વધારી દીધી છે.
છોટાઉદેપુર :આ વર્ષે ખેડૂતોની સુખાકારી માટે ગુજરાત સરકારના પુરવઠા વિભાગ દ્વારા ગુણવતા અનુસાર રુપુયા 1888 અને રૂપિયા 1868 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ડાંગર ખરીદી કરવામાં આવી રહી છે.આમ તો ગત્ત 31મી ડિસેમ્બરના રોજ મુદત પૂર્ણ થઈ ગઈ હતી.પરંતુ કેટલાક ખેડૂતોની ડાંગર વેચાઈ ન હતી. તેને લઇ સરકારે ખેડૂતોના હિતમાં ડાંગર ખરીદની સમય મર્યાદા 1 મહિના સુધી વધારી દીધી છે.
જિલ્લામાં 1570 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું
છોટાઉદેપુર જિલ્લાની વાત કરવામાં આવે તો 1570 ખેડૂતો એ રાજીસ્ટ્રેશન કરાવ્યું હતું.જે પેકી 1023 ખેડૂતોએ પોષણક્ષમ ટેકાના ભાવે ડાંગર વેચી છે.જ્યારે 547 ખેડૂતો ડાંગર વેચવા માટે બાકી રહી ગયા હતા.જે હવે મુદત વધતા પોતાની ડાંગર વેચી શકશે. સરકારના નિર્ણયથી ખેડૂતોમાં ખુશી ની લહેર જોવા મળી રહી છે.