ગુજરાત

gujarat

ETV Bharat / state

છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં આઉટસોર્સિંગનાં કર્મચારીઓને 2 મહિનાથી પગાર ન મળતા હડતાલ પર - chhota udepur daily news

છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓને તેમની આઉટસોર્સિંગ કંપની દ્વારા છેલ્લા 2 મહિનાથી પગાર અપાયો નથી. આ અંગે વારંવાર હોસ્પિટલનાં સત્તાધીશો સહિત કોન્ટ્રાક્ટરને પણ રજૂઆત કરાઈ હોવા છતાં યોગ્ય કોઈ પગલાં ન લેવાતાં કર્મચારીઓએ અંતે હડતાલનો સહારો લેવો પડ્યો છે.

છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં આઉટસોર્સિંગનાં કર્મચારીઓને 2 મહિનાથી પગાર ન મળતા હડતાલ પર
છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં આઉટસોર્સિંગનાં કર્મચારીઓને 2 મહિનાથી પગાર ન મળતા હડતાલ પર

By

Published : Jan 31, 2021, 11:19 AM IST

  • પડતર પ્રશ્નોને લઈને આરોગ્ય કર્મીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત
  • બે મહિનાનો પગાર ન ચૂકવાતાં કર્મચારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું
  • આરોગ્ય કર્મીઓની હડતાલને લીધે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો

છોટાઉદેપુર: જિલ્લામાં આવેલી સરકારી હોસ્પિટલનાં ફાર્માસિસ્ટ, પટાવાળાઓ અને સ્વિપર સહિતનાં આઉટસોર્સિંગ પર રખાયેલા 32 કર્મચારીઓને છેલ્લા 2 મહિનાથી આઉટસોર્સિંગ એજન્સી દ્વારા પગાર ન ચૂકવાતા તેઓએ આખરે હડતાલનો સહારો લેવો પડ્યો છે. કર્મચારીઓનો આરોપ છે કે, એજન્સી અને હોસ્પિટલનાં સત્તાધીશોને વારંવાર રજૂઆત કરવા છતાં સમયસર પગાર ન મળતા તેઓની આર્થિક સ્થિતિ કફોડી બની છે.

કોરોનાકાળમાં પણ કર્મચારીઓએ ખડેપગે ફરજ બજાવી

કોરોના વોરિયર્સ કહેવાતા કર્મચારીઓનું કહેવું છે કે, તેઓ કોરોનાની મહામારીમાં પણ નિયમિત ફરજ બજાવી રહ્યાં છે. ત્યારે તેમને મહેનતાણું ચૂકવવા એજન્સી તરફથી કાયમ હેરાનગતિ કરવામાં આવે છે. આ ઉપરાંત તેઓને નિયત કરેલો પગાર પણ આપવામાં આવતો નથી. જ્યાં સુધી તેમના આ પ્રશ્નનો કાયમી નિકાલ નહીં આવે ત્યાં સુધી તેઓ કામથી અળગા રહેશે. વધુમાં હોસ્પિટલનાં પ્રાંગણમાં તેઓએ સુત્રોચાર પણ કર્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.

છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં આઉટસોર્સિંગનાં કર્મચારીઓને 2 મહિનાથી પગાર ન મળતા હડતાલ પર
હોસ્પિટલ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવીઆરોગ્ય કર્મીઓની હડતાલને પગલે સૌથી વધુ દર્દીઓને હાલાકી ભોગવાનો વારો આવ્યો હતો. હોસ્પિટલમાં કેસબારી અને દવાની બારી પર દર્દીઓને કલાકો સુધી રાહ જોવી પડી હતી. જોકે, હોસ્પિટલ પ્રસાશન દ્વારા હડતાલ પર ઉતરેલા કર્મચારીઓની જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ આઉટસોર્સિંગનાં કર્મચારીઓનો પગાર તેમના બેંકનાં ખાતા ખોલાવવા માટે આપ્યા હોવાથી રોકાયો હોવાનું જણાવાયું હતુ અને ખાતા ખુલી જાતા વહેલી તકે પગાર ચૂકવાઈ જશે તેમ જણાવવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details