ગુજરાત

gujarat

ETV Bharat / state

છોટા-ઉદેપુરનાં ઉચાકલમ અને તરગોળ મતદાન મથક પર માત્ર એક મત પડ્યો - chhota-udepur elections

સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત છોટાઉદેપુરમાં બોડેલી તાલુકાના ઉચાકલમ અને તગરોળ ગામના નાગરિકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. જેમાં પોલીસે એક નાગરિકને મતદાન મથકે લાવી મતદાન કરાવ્યું હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.

છોટા-ઉદેપુર
છોટા-ઉદેપુર

By

Published : Mar 4, 2021, 7:13 PM IST

  • અધિકારીઓએ એક મતદારને ગાડીમાં મથક પર લઈ આવી મતદાન કરાવ્યું
  • કુંડીઉચાકલમને ન્યાય ન મળતા ગ્રામજનોએ મતદાન બહિષ્કારનો નિર્ણય લીધો
  • જૂની સમસ્યાના નિવારણ રુપે ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું
    મતદારને ગાડીમાં બેસાડીને મતદાન કરાવ્યું

છોટાઉદેપુર: બોડેલી તાલુકાના ઉચાકલમ ગામે અલગ થયાને વર્ષ બાદ પણ ગ્રામ પંચાયત ન આપવાના મુદ્દે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો હતો. તેનું ચુસ્ત પાલન કરીને બપોર સુધી બૂથમાં એક પણ મત પડ્યો ન હતો. ત્યારે અધિકારીઓએ એક મતદારને ગાડીમાં બેસાડીને મતદાન કરાવ્યું હોવાનો ગ્રામજનો આક્ષેપ સાથે ભારે હોબાળો કર્યો હતો. 513ના મતદાન પૈકી એક માત્ર મત પડ્યો હતો. તેવી જ રીતે તરગોળમાં પણ રસ્તાને લઇને ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો ત્યાં પણ 725ના મતદાનમાં ફકત એક મત પડ્યો હતો.

ઉચા-કલમ ગામના લોકો ગ્રામ પંચાયત વિહોણા થતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કર્યો

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાંથી વિભાજન થતાં બોડેલી તાલુકો અસ્તિત્વમાં આવ્યો જેમા ઉચાકલમ ગામના લોકો ગ્રામ પંચાયત વિહોણા થઈ ગયા છે. ગામના લોકો ગામના વિકાસને લઈ વલખાં મારી રહ્યા છે. ગામમાં સરપંચ નથી ત્યારે ગામની સમસ્યા હોય કે ગામના વિકાસ માટેની રજૂઆત ગામના લોકો કોઈને ન કરી શકે તેવી સ્થિતીમાં મુકાયા હતા. જેને લઈ તેમને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીના બહિસ્કારનો નિર્ણય કર્યો હતો.

મતદારને ગાડીમાં બેસાડીને મતદાન કરાવ્યું

વડોદરામાં માટલાં ફોડી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર

સમસ્યાના નિવારણની આશા રાખી ગ્રામનજનોએ લોકસભા, જિલ્લા પંચાયત, વિધાનસભામાં મતદાન કર્યું હતું

બૂથ પર લોકસભા, વિધાનસભા, જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન થાય છે. ગામના લોકો એવી આશા રાખી મતદાન કરે છે કે, તેમની સમસ્યા નેતાઓ સાંભળશે અને તેમની સમસ્યાનું નિવારણ લાવશે. છતાં વર્ષોથી તેમની સમસ્યાનું નિવારણ ન આવતા સ્થાનિક ચુંટણીમાં ગામના લોકો મતદાન નહીં કરે તેવું નક્કી કર્યું હતું. વર્ષો જૂની સમસ્યાનું નિવારણ રુપે ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે, પરિણામો આવી ગયા છે.

તંત્રની લાપરવાહી સામે આવતા ઉચાકલમ ગામના ગ્રામજનોએ પણ ચૂંટણી બહિષ્કાર કર્યો

ગ્રામ પંચાયત અલગ કરવાનો મુદ્દો મુખ્ય હોવા છતાં તંત્રએ લાપરવાહી દાખવી છે. જેથી કુંડી-ઉચાકલમને ન્યાય ન મળતા ગ્રામજનોએ આખરે મતદાન બહિષ્કારનો નિર્ણય લીધો હતો. જેને લઈ બપોર સુધી એક મત પડ્યો ન હતો. છેવટે અધિકારીઓ ધુવાપુવા થઈને એક મતદારને ગાડીમાં લઇ આવી મત નખાવ્યો હતો એવા આક્ષેપ સાથે ગ્રામજનોએ હોબાળો કર્યો અને પોલીસને દરમ્યાનગીરી કરવાની પણ ફરજ પડી હતી. પ્રજાની સેવા કરવાના ઠાલા વચન સાથે ચૂંટણી લડીને જીત્યા પછી પાંચ વર્ષ મત વિસ્તારના કામો ન થતા મતદારો રોષે ભરાય તે સ્વાભાવિક છે.

ABOUT THE AUTHOR

...view details