ગુજરાત

gujarat

Chotaudepur News: એક પ્રમુખ, બે મહામંત્રીના રાજીનામા લઈ લેવાયા, ત્રણે જણાએ એક જ લેટરપેડ ઉપર આપ્યું રાજીનામું

By

Published : Jun 1, 2023, 4:02 PM IST

છોટા ઉદેપુર જિલ્લા ભાજપમાં અચાનક રાજકીય ભૂકંપ સર્જાયો છે. જિલ્લાના કવાંટ તાલુકા ભાજપના પ્રમુખ રમણસિંહ રાઠવા, મહામંત્રી જીકેશ રાઠવા અને બીજા મહામંત્રી મહેન્દ્રસિંહ રાજપૂતના અચાનક રાજીનામાં માગી લેવામાં આવ્યા હતા. જે બાદ ત્રણે જણાએ એક જ લેટરપેડ ઉપર રાજીનામું લખીને જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાને મોકલી આપ્યું છે.

એક પ્રમુખ, બે મહામંત્રીના રાજીનામા લઈ લેવાયા, ત્રણે જણાએ એક જ લેટરપેડ ઉપર રાજીનામું
એક પ્રમુખ, બે મહામંત્રીના રાજીનામા લઈ લેવાયા, ત્રણે જણાએ એક જ લેટરપેડ ઉપર રાજીનામું

છોટા ઉદેપુર: કવાંટ તાલુકા ભાજપમાં રાજકીય ભૂકંપ આવ્યો છે. તાલુકા પ્રમુખ સાથે બે મહામંત્રીના રાજીનામાં લઈ લેવામાં આવ્યા છે. તાલુકા પ્રમુખ અને બન્ને મહામંત્રીઓ રાજીનામાં લઈ લેતા ભાજપમાં ભૂકંપ સર્જાયો છે. ત્રણે જણાએ ગઈકાલે સાંજે ચાર વાગ્યે (બુધવારે) રાજીનામું જીલ્લા ભાજપ પ્રમુખને મોકલી આપ્યું છે.

એક જ લેટરપેડ ઉપરરાજીનામું: જીલ્લાના કવાંટ તાલુકા ભાજપના પ્રમુખ રમણસિંહ રાઠવા,મહામંત્રી જીકેશ રાઠવા અને બીજા મહામંત્રી મહેન્દ્રસિંહ રાજપૂતના અચાનક રાજીનામાં માંગી લેવાતા ત્રણે ભાજપના હોદેદારો એક જ લેટરપેડ ઉપર રાજીનામું લખી આપ્યું હતું. જે બાદ લખીને જીલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાને મોકલી આપ્યું છે. રાજીનામું આપવા બાબતે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પૂર્વ પ્રમુખ રમણસિંહ રાઠવા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે પરમ દિવસે રાત્રે જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા રાજીનામું આપવા માટે જણાવ્યું હતું. જેને લઇને અમે ત્રણે જણાએ ગઈકાલે સાંજે ચાર વાગ્યે અમારું રાજીનામું જીલ્લા ભાજપ પ્રમુખને મોકલી આપ્યું છે.

એક પ્રમુખ, બે મહામંત્રીના રાજીનામા લઈ લેવાયા, ત્રણે જણાએ એક જ લેટરપેડ ઉપર રાજીનામું

"તેઓએ કામગીરી કરી છે. અને તેને કારણે તેઓએ રાજીનામું આપ્યું છે જેનો અમે સ્વીકાર કર્યો નથી, એવી વિરોધાભાસી વાત જણાવી હતી"--ઉપેન્દ્ર રાઠવા (જિલ્લા ભાજપ પ્રમુખ)

રાજકીય ભૂકંપ:કવાંટ તાલુકા ભાજપના હોદેદારો રાજીનામું આપ્યા બાબતે એક તરફ તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા રાજીનામાંના પત્રમાં જીલ્લા પ્રમુખશ્રીની સૂચના મુજબ રાજીનામુંઆપ્યા તેમ જણાવવામાં આવ્યું છે. જયારે બીજી બાજુ જીલ્લા ભાજપ પ્રમુખ ટેલિફોન પર તેઓએ રાજીનામુંઆપ્યાનું જણાવી રહ્યા છે. જેને લઇને કવાંટ તાલુકા ભાજપના અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. છોટા ઉદેપુર જીલ્લા ભાજપમાં અચાનક રાજકીય ભૂકંપ સર્જાયો છે.

  1. Chota udepur mahudo price: છોટા ઉદેપુર જિલ્લામાં આ વર્ષે મહુડાંના ફુલના ભાવમાં તેજી
  2. છોટા ઉદેપુર: વીજ કંપનીની કચેરી પર ખેડૂતો અને કર્મચારીઓ વચ્ચે વીજ પાવરને લઈ સર્જાઈ તુતું મેમે
  3. છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે કેન્દ્રિય પ્રધાનની અધ્યક્ષતામાં બિરસા મુંડાની 147 મી જન્મ જ્યંતીની ઉજવણી

ABOUT THE AUTHOR

...view details