ગુજરાત

gujarat

ETV Bharat / state

છોટા ઉદેપુર નગર પાલિકા ઉપપ્રમુખ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર - ઉપપ્રમુખ સામે પણ અવિશ્વાસની દરખાસ્ત પસાર

છોટા ઉદેપુર નગર પાલિકા ઉપ પ્રમૂખ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થયો.1લી સપ્ટેમ્બરના રોજ છોટા ઉદેપુર નગર પાલિકા નાં ઇનચાર્જ પ્રમૂખ અને ઉપપ્રમુખ ઝાકિરભાઇ દડી સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી. નગર પાલિકા પ્રમુખ નરેન ભાઇ જયસ્વાલ સસ્પેન્ડ થયા હતા. અને હાલ ઉપપ્રમુખ સામે પણ અવિશ્વાસની દરખાસ્ત પસાર થતાં હાલ છોટા ઉદેપુર નગર પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ વિનાની બની ગઈ છે.

છોટા ઉદેપુર નગર પાલિકા ઉપપ્રમુખ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર
છોટા ઉદેપુર નગર પાલિકા ઉપપ્રમુખ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર

By

Published : Oct 9, 2021, 6:22 PM IST

  • છોટા ઉદેપુરનગર પાલિકા ઉપપ્રમુખ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર
  • નગર પાલિકા પ્રમુખ નરેન ભાઇ જયસ્વાલ સસ્પેન્ડ થયા હતા
  • આંગળી ઉંચી કરી અવિશ્વાસની દરખાસ્ત તરફ઼ સમર્થન

છોટા ઉદેપુરઃ 1લી સપ્ટેમ્બરના રોજ છોટા ઉદેપુરમાં નગર પાલિકાના ઈનચાર્જ પ્રમૂખ અને ઉપપ્રમુખ ઝાકિરભાઇ દડી સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી.

અવિશ્વાસની દરખાસ્તનાં પ્રસ્તાવ
બી.એસ.પી નાં ઉપપ્રમુખ અને ઇન્ચાર્જ પાલિકા પ્રમુખ ઝાકીર ભાઈ દડી સામે મૂકવામાં આવેલ અવિશ્વાસની દરખાસ્તનાં પ્રસ્તાવનો આજ રોજ મત લેવામાં આવ્યો હતો. નગર પાલિકાના 28 સભ્યો પૈકીના ભાજપાના 4 ,અપક્ષના 5, બી ટી પી ના 2, બી એસ પી નાં 1, અને કોંગ્રેસના 7 સભ્યો મળી કુલ 28 સભ્યો માંથી 19 સભ્યો આંગળી ઉંચી કરી અવિશ્વાસની દરખાસ્ત તરફ઼ સમર્થન આપતાં ઉપપ્રમુખ અને ઈનચાર્જ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ છે.

છોટા ઉદેપુર નગર પાલિકા ઉપપ્રમુખ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર

અવિશ્વાસની દરખાસ્ત પસાર
નગર પાલિકા પ્રમુખ નરેન ભાઇ જયસ્વાલ સસ્પેન્ડ થયા હતા. અને હાલમાં ઉપપ્રમુખ સામે પણ અવિશ્વાસની દરખાસ્ત પસાર થતાં હાલ છોટા ઉદેપુર નગર પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ વિનાની બની ગઈ છે.સામાન્ય રીતે જાહેરમાં એક બીજા પર શાબ્દિક પ્રહારો કરતાં ભાજપ, કોંગ્રેસ નેતાઓ અહીંયા સાથ સાથ જોવા મળ્યાં હતા.

આ પણ વાંચોઃ2022માં ગુજરાતમાં કૉંગ્રસની સરકાર બનશેઃ કૉંગ્રસના પ્રભારી રઘુ શર્મા

આ પણ વાંચોઃહવે તમારૂ વોલેટ નકલી ચલણી નોટો ઓળખી જશે !

ABOUT THE AUTHOR

...view details