છોટા ઉદેપુર: પ્રાંતના આઠ અને બોડેલી પ્રાંતના ત્રણ સહિત કુલ અગિયાર પોલીસ સ્ટેશનોમાં (Chhota Udepur Police Station) નોધાયેલા 847 જેટલાં ગુનાઓ તેમજ આ ગુનાઓની અંદર 1,04,905 જેટલી દારૂની બોટલો ઝડપાઈ હતી. જેનો આજ શનિવારના જેતપુરના પાવી તાલુકાના કરાલી પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડ ખાતે નાશ કરવાની કાયદેસરની પ્રકિયા હાથ ધરવામાં આવી હતી. છોટા ઉદેપુર અને બોડેલી પ્રાંતના અધિકારીઓ સાથે DYSP સહિત પોલીસ સ્ટેશનનાં સબ ઇન્સ્પેક્ટરની હાજરી હેઠળ 2,51,49,382ની કિંમતનો વિદેશી દારૂનો નાશ (Chhota Udepurpolice seize liquor) કરવામાં આવ્યો હતો.
નવા વર્ષની ઉજવણી વચ્ચે પોલીસ પણ સતર્ક થઇ હતી
31st પાર્ટી એટલે કે વર્ષનો અંતિમ દિવસ. આ દિવસની ઉજવણી (New year Celebration 2022) કરવા લોકો આતુરતાથી રાહ જોતા હોય છે, જ્યારે આ ખાસ અવસર પર દારૂની પણ મોટા પાયે હેરા-ફેરી (Foreign liquor importers in india) થતી હોય છે.
અઢી કરોડનો વદેશી ઝડપી નાશ કરવામાં આવ્યો