ગુજરાત

gujarat

ETV Bharat / state

Mockdrill planning in Pavijetpur : છોટાઉદેપુરમાં NDRFની મોકડ્રીલ, કુદરતી આપત્તિઓ અંગે આપ્યું માર્ગદર્શન - Mockdrill Organized by NDRF in Chhotaudepur

છોટાઉદેપુરના પાવીજેતપુરમાં આવેલા સુખી ડેમ ખાતે NDRF દ્વારા મોકડ્રીલ (Mock Drill Planning in Pavijetpur) આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન NDRFએ કુદરતી આપત્તિઓમાં (NDRF at Sukhi Dam) રાહત અને બચાવ કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું.

Mockdrill planning in Pavijetpur : છોટાઉદેપુરમાં NDRF દ્વારા મોકડ્રીલ યોજાઈ, કુદરતી આપત્તિઓને લઈને આપ્યું માર્ગદર્શન
Mockdrill planning in Pavijetpur : છોટાઉદેપુરમાં NDRF દ્વારા મોકડ્રીલ યોજાઈ, કુદરતી આપત્તિઓને લઈને આપ્યું માર્ગદર્શન

By

Published : Mar 26, 2022, 9:25 AM IST

છોટા ઉદેપુર : પાવીજેતપુર તાલુકામાં આવેલા સુખી ડેમ ખાતે મોકડ્રિલ (Mock Drill Planning in Pavijetpur) યોજવામાં આવી હતી. પાવીજેતપુરમાં NDRF દ્વારા પુર દરમિયાન ફસાયેલા નાગરિકોને કઇ રીતે બચાવ કરી શકાય તેને લઈને આયોજન કરવામાં આવ્યું હતું. કુદરતી આપત્તિઓમાં સામે લોક જાગૃતિ આવે તેને લઈને આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા વિવિધ કુદરતી આપત્તિઓમાં રાહત અને બચાવ કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું. લોકોને માર્ગદર્શન મળી રહે તે માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

છોટાઉદેપુરમાં NDRF દ્વારા મોકડ્રીલ યોજાઈ, કુદરતી આપત્તિઓને લઈને આપ્યું માર્ગદર્શન

આ પણ વાંચો :સુરતમાં સ્મીમેર હોસ્પિટલ ખાતે મોકડ્રિલ યોજાઈ

બચાવ માટે મોક એક્સરસાઇઝ -છોટાઉદેપુર જિલ્લાના સુખી ડેમ ખાતે NDRF (NDRF at Sukhi Dam), જરોદ, વડોદરાની 6-બટાલીયન દ્વારા સુખી ડેમ ખાતે સિનારીયો ઉભો કરીને આ મોકડ્રિલને અંજામ આપવામાં આવી હતી. 6 - બટાલિયન NDRF ના આસીસ્ટન્ટ કમાન્ડન્ટ પ્રવિણભાઈ આ મોકડ્રિલ અંગે જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર અને 6-બટાલિયન NDRF દ્વારા પુરની (Mockdrill Organized by NDRF in Chhotaudepur) દરમિયાન ઉભી થતી જુદી જુદી પરિસ્થિતિમાં કેવી રીતે બચાવ કામગીરી હાથ ધરી શકાય એ માટેની મોક એકસરસાઇઝકરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :પોરબંદર સિવિલ હોસ્પિટલમાં આગની મોકડ્રીલ યોજાઇ

પુર દરમિયાન બચાવ - વધુમાં જણાવ્યું હતું કે, પુરની પરિસ્થિતિ દરમિયાન બચાવની અલગ અલગ પદ્ધતિઓનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે પુર દરમિયાન વિખૂટા પડી ગયેલા ગામડાઓ, વિખૂટા પડી ગયેલા નાગરિકોનો બચાવ, હોડી ઉંધી વળી જવાના કિસ્સામાં ફસાયેલા નાગરિકોની બચાવ કામગીરી કઈ રીતે કરી શકાય તથા પાણીમાં ડુબીને બેભાન થઈ ગયેલા વ્યક્તિને રાહત અને બચાવ કામગીરી તેનું સાદ્રશ્ય ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે સરકારના સંબંધિત તમામ વિભાગો દ્વારા પણ આ મોક એક્સરસાઇઝમાં (Mock Drill Organized by NDRF) સક્રિયપણે ભૂમિકા બજાવી કહ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details