છોટા ઉદેપુર: સંખેડા તાલુકાના કાવિઠા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવેલ (Model actress contesting for Sarpanch) મોડેલ અભિનેત્રી એશ્રા પટેલ જણાવે છે કે, ખાલી ને ખાલી મારે ગામવાસીઓની સેવા કરવી છે અને ખાસ કરીને એમના અધિકારો માટે, "હું લોક ડાઉનમાં જોયું છે કે, અહીંયા મોટાં ભાગના લોકો પોતાનાં ખિસ્સા ભરવા માટે કામ કરતાં હોય છે, પરંતુ મારે સરકારમાંથી જેટલી યોજનાઓ છે, તે બધી યોજનાઓ ગામ લોકોને મળે અને તે સિવાય મારી જેટલી ઓળખાણ છે એના દ્વારા પણ ગામલોકોનો વિકાસ થાય અને રોજગાર મળે એ મારી પ્રાથમિકતા રહેશે.
દીદી તમે સરપંચ બનો તો સૌ પ્રથમ બસ શરૂ કરાવજો
છેલ્લા ઘણાં સમયથી અમારા ગામમાં બસ આવતી હતી, તે પણ હવે બંધ થઈ છે, ગામના ઘણાં બધાં વિદ્યાર્થીઓ પણ મને કહ્યું કે " દીદી તમે સરપંચ બનો તો સૌ પ્રથમ બસ શરૂ કરાવજો " હું ઈચ્છું છું કે મારા ગામનાં બાળકો વધું ભણે અને વધું આગળ વધે, આપણા દેશમાં 70% લોકો ગામડાંમાં રહે છે, તો એ લોકોને પણ સારું શિક્ષણ મળી રહે એ પણ જરુંરી છે. ઘણાં લોકો એવું જ માનતા હોય છે કે, છોકરી છે તો એનું લગ્ન કરાવી દેવું, મારું નાનપણથી સ્વપ્ન હતું કે મારા પરીવારને આગળ લાવું એ માટે હું મુંબઈ ગઈ અને મુંબઈ ગયા બાદ મુંબઇએ મને ઘણું બધું આપ્યું છે, પરંતુ મારા માતા પિતા મને પેટે પાટા બાંધીને ભણાવી છે, તો હવે મને કઈક કરવાની ઈચ્છા છે કે હું મારા ગામ માટે પણ કઈક કરું, જેથી અમારી ગ્રામ પંચાયતની ચટણી માં સરપંચ તરીકે મહીલાની બેઠક આવતાં હું સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી છે."