છોટા ઉદેપુર: જિલ્લામાં મોટા ભાગના ગ્રામીણ વિસ્તારોમાં વસતાં આદિવસીઓ મહુડાના ઝાડની માલિકી હક્ક ધરાવે છે અને માર્ચ મહિનામાં મહુડાના વૃક્ષ ઉપર આવતાં ફૂલને વીણીને એમાંથી રોજગારી મેળવી રહ્યાં છે. આ વર્ષ દરમિયાન મહુડાના ફૂલ પૂર બહારમાં ખીલી ઉઠતાં મહુડાના ફૂલ પડી રહ્યાં છે. જેને લોકો વહેલી સવારથી વીણીને આજીવિકા મેળવી રહ્યાં છે. હાલ, બજારમાં મહુડાના કૂલના 20 કિલોના 800 રૂપિયાથી 1 હજાર જેટલો ભાવ (Chota udepur mahudo price) મળી રહ્યો છે. તેથી લોકોમા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:Indo Israel Mango Center Talala: ઈન્ડો ઇઝરાઇલ રૂટ સિસ્ટમથી તૈયાર થશે કેસર કરી, જોવા મળશે આ ખાસિયત
છોટા ઉદેપુરમાં કેટલાંક લોકો મહુડાનાં ઝાડની નીચે પાથરણા પાથરી મહુડાનાં ફૂલનું એકત્રીકરણ કરી રહ્યા છે, તો કેટલાક લોકો મહુડાનાં ઝાડ નીચે સફાઈ કરી મહુડાના ફૂલ ને વીણીને રોજગારી મેળવી રહ્યાં છે. દર વર્ષે મહુડાનાં ફૂલને વન વિકાસ નિગમ દ્વારા ખરીદી કરવામાં આવતા હતા, પરંતુ આ વર્ષે ટ્રાઇફેડ દ્વારા ખરીદી કરવામાં આવતાં માર્કેટ રેટ કરતાં ઓછો ભાવ મળતાં લોકો માર્કેટ બજારમાં 20 કિલોના 800 થી વધુ ભાવ મળતાં જાહેર બજારમાં વેચી આજીવિકા મેળવી રહ્યાં છે.
ગુજરાત રાજ્યમાં 20 કિલો નાં 800 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે, ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તારના મધ્ય પ્રદેશમાં મહુડાનો ભાવ 1 હજારથી ઊંચો ભાવ મળતાં મોટા ભાગનો મહુડાના ફૂલનો જથ્થો મધ્યપ્રદેશમાં વેચાય રહ્યો છે.
Chota udepur mahudo price: છોટા ઉદેપુર જિલ્લામાં આ વર્ષે મહુડાંના ફુલના ભાવમાં તેજી - Chhota udepur
આ વર્ષ દરમિયાન મહુડાના ફૂલ પૂર બહારમાં ખીલી ઉઠતાં મહુડાના ફૂલ પડી રહ્યાં છે. જેને લોકો વહેલી સવારથી વીણીને આજીવિકા મેળવી રહ્યાં છે. હાલ, બજારમાં મહુડાના કૂલના 20 કિલોના 800 રૂપિયાથી 1 હજાર જેટલો ભાવ (Chota udepur mahudo price) મળી રહ્યો છે. તેથી લોકોમા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:Ambaji Gabbar Parikrama : અંબાજીમાં ત્રિદિવસીય ગબ્બર પરિક્રમા મહોત્સવની તાબડતોડ તૈયારી, ગેરકાયદેસર દબાણો હટાવાયા
છોટા ઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકો પ્રત્યેક મહુડાના ઝાડ ઉપરથી 3 હજારથી 10 હજારનુ ઉત્પાદન મેળવી રહ્યાં છે, ત્યારે કેટલાંક એવા પણ કુટુંબ છે કે જેઓની પાસે 100 થી વધું મહુડાના વૃક્ષો ધરાવે છે. તેઓ મહુડા માં ફૂલની સીઝન દરમિયાન 5 લાખથી પણ વધુની આવક મેળવી રહ્યાં છે.
વનસ્પતિ શાસ્ત્રમાં મહુડાનાં વૃક્ષ ને મધુકા ઈન્ડિકા તો આયુર્વેદમાં મધુકાદિવગમાં કહેવામાં આવે છે તો મહુડો ને સંસ્કૃતમાં મધુલ, હિન્દીમાં મહુવા અને અંગ્રેજીમાં ઇન્ડિયન બનીયન ટ્રી તરીકે ઓળખવામાં આવે છે.