ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉન-4ઃ છોટાઉદેપુર જિલ્લાથી ગ્રાઉન્ડ રિપોર્ટ - corona cases in Chhotaudepur today

છોટાઉદેપુર જિલ્લામાં એક સપ્તાહથી કોઈપણ કેસ આવ્યો નથી. અત્યારે છોટાઉદેપુર જિલ્લામાં તમામ પ્રકારની દુકાનો સવારના 8 થી બપોરના 4 સુધી ખુલે છે. તેમજ છોટાઉદેપુર જિલ્લામાં આવેલા ડોળોમાઈટ ફેક્ટરી તેમજ રેતીની લીઝને સરકારના નિયમોનું પાલન કરી ચાલુ કરી દેવામાં આવી છે.

લોકડાઉન 4ઃ છોટાઉદેપુર જિલ્લાથી ગ્રાઉન્ડ રિપોર્ટ
લોકડાઉન 4ઃ છોટાઉદેપુર જિલ્લાથી ગ્રાઉન્ડ રિપોર્ટ

By

Published : May 28, 2020, 6:02 PM IST

છોટાઉદેપુરઃ જિલ્લામાં લોકડાઉન 4 માં જનજીવન ફરીથી ધીરે ધીરે રાબેતા મુજબ થઈ રહ્યુ છે. છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધી 2,164 ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 23 પોઝિટિવ આવ્યા હતા અને 21 સારવાર લઈ સાજા થઇ ગયા છે. બાકીના 2 દર્દીમાંથી એકની બોડેલીમાં કોવિડ 19 ખાતે અને બીજાની છોટાઉદેપુર મેડિટોપ કોવિડ 19 ખાતે સારવાર કરવામાં આવી રહી છે.

લોકડાઉન 4ઃ છોટાઉદેપુર જિલ્લાથી ગ્રાઉન્ડ રિપોર્ટ
લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખી નિયમોનું પાલન કરી રહ્યા છે. આમ છોટાઉદેપુર જિલ્લો હવે ઓરેન્જઝોનમાંથી ગ્રીન ઝોન તરફ જઈ રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details