- લોઢાણ ગામની સીમમાં એક દિપડીએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો
- લોઢાણ ગામે ખેતરમાં કામ કરતાં યુવાન ઉપર દીપડીએ હુમલો કર્યો
- ઇજાગ્રસ્તને સારવાર અર્થે આરોગ્ય કેન્દ્ર ખસેડાયો
છોટાઉદેપુર : જિલ્લાના પાવીજેતપુર તાલુકાના લોઢાણ ગામમાં એક યુવક ખેતરમાં પાણી વાળવા ગયો હતો. ત્યારે સવારના સમયે નજીકમાં જ દિપડીએ યુવક ઉપર હુમલો કરતા યુવક ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તેને પાવીજેતપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો હતો.
પાવીજેતપુરના લોઢણ ગામે દીપડીએ યુવાન પર હુમલો કર્યો દીપડીએ યુવક ઉપર પાછળથી હુમલો કર્યો
મળતી માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના લોઢાણ ગામની સીમમાં એક દિપડીએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો. જ્યાં નજીકમાં જ ખેતરમાં એક પથ્થર પાસે ખેતર માલિક યુવક સંદીપભાઈ રાઠવા પાણી વાળવા ગયો હતો. પાણી વાળીને તે થોડીકવાર માટે ખેતરના છેડે એક પથ્થર પર બેઠા હતા. ત્યારે નજીકમાં બચ્ચાને સુરક્ષિત રાખવા દીપડીએ સંદીપભાઈ ઉપર પાછળથી હુમલો કરતા સંદીપભાઈને બરડાના ભાગે નાની મોટી ઇજા થઇ હતી. જેમાં સંદીપભાઈએ બૂમાબૂમ કરતા નજીકના ખેતરમાં કામ કરતા તેઓના નવલસિંગભાઈ આવી જતા દીપડી ભાગી ગઈ હતી. જ્યારે ઇજાગ્રસ્ત સંદીપભાઈને તાત્કાલિક સારવાર અર્થે પાવીજેતપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.