છોટા ઉદેપુર : પીએમ મોદી ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે સ્થળ પર પહોંચ્યા, જ્યાં તેઓ છોટાઉદેપુરમાં જાહેર રેલીમાં સંબોધન કરી રહ્યા છે. તેમણે ભારત માતકી જય સાથે સંબોધનની શરૂઆત કરી હતી. તેમાં કેમ છો બધાના સાદ સાથે જણાવ્યું કે ઘણા દિવસે બોડેલીમાં આવ્યો છું. પહેલા વર્ષમાં બે ત્રણ વાર બોડેલી ખાતે આવવાનું થતું હતું. ગામડાઓને વાઇફાઇ પહોંચાડવાનું કામ આજે પૂ્ર્ણ થયુ છે. આ ઇ-ગ્રામ, વિશ્વગ્રામની એક ઝલક છે. ગામડામાં રહેતા લાખો ગ્રામીણ લોકોને મોબાઇલ નવો નથી. છોકરો બહાર ભણતો હોય તો વીડિયો કોલથી વાત કરે છે. હવે તેમને વાઇ-ફાઇની સુવિધા મળવાની છે.
વડાપ્રધાને જૂના દિવસો વાગોળ્યા : અહીં બધા એમ કહે છે કે, છોટાઉદેપુર જિલ્લો મોદી સાહેબે આપ્યો છે. લોકો આજે પણ યાદ કરે કે નરેન્દ્રભાઇએ અનેક યોજનાઓ આપી છે. CM હતો તે પહેલા પણ અહીંના લોકો સાથે નાતો સારો રહ્યો છે. પહેલા હું એક સામાન્ય નાગરિક તરીકે બસમાં આવતો હતો. લેલેદાદાની ઝૂંપડીમાં રહેતો હતો. છોટાઉદેપુર, સંતરામપુર, ગોધરા, હાલોલ અને કાલોલ જતો હતો, તેમજ જો સમય મળે તો કાયાવરણ જઇને ભોળેનાથના દર્શન પણ કરી આવતો હતો. આજે જૂના લોકોના દર્શન કરવાનો મોકો મળ્યો છે. મે છોટાઉદેપુરની પરિસ્થિતિ ખૂબ નજીકથી જોઇ છે. સતામાં આવ્યા પછી આદિવાસી પટ્ટા માટે કામ કર્યા છે. ગરીબોના પડકારો શું હોય તે મને ખબર છે. તેમની સમસ્યાઓ દૂર કરવા હમેશા મહેનત કરુ છુ. દેશભરમાં ગરીબો માટે 4 કરોડથી વધારે પાકા મકાનો બનાવ્યા છે. પહેલાની સરકારમાં ગરીબનું ઘર એક ગણતરી હતી અને અમારી સરકારમાં ગરીબનું ઘર બને એટલે તેને ગરીમા મળે તેવું છે. આ ઘરો મારા આદિવાસી ભાઇ બહેનોને મળ્યા છે. આદિવાસીઓને સીધા પૈસા તેમના ખાતામાં જમા થાય છે. પોતાની મરજી પ્રમાણેનું ઘર બનાવે છે. અત્યારે લાખો ઘર બહેનોના નામ પર થયા છે.