ગુજરાત

gujarat

ETV Bharat / state

વિદેશમાં ઉંચા પગારની નોકરી છોડીને યુગલ સરગવાના પાનમાંથી પાવડર બનાવી લોકોને આપી રહ્યા છે નવ જીવન

છોટા ઉદેપુર જિલ્લાના એક ગ્રેજ્યુએટ દંપતીએ એક ચમચી પાઉડરથી લોકોના જીવન બદલવાના સંકલ્પ સાથે સરગવાના પાનમાંથી પાવડર બનાવી સફળતાંની કેડી કંડારી છે. જાણો આ અહેવાલમાં સંપૂર્ણ માહિતી...

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Dec 10, 2023, 3:53 PM IST

Updated : Dec 10, 2023, 4:46 PM IST

સરગવાના પાન માંથી પાવડર

છોટાઉદેપુર : જીલ્લાના બોડેલી તાલુકાના સૂર્યાઘોડા ગામના 42 વર્ષીય વિશાલ પટેલ ડીપ્લોમા એન્જીનીયર અને તેમના પત્ની મનીષા પટેલ ઈંગ્લીશ મીડીયમમાં ગ્રેજ્યુએટ થયા છે. વિશાલ પટેલ કોમ્પયુટરની જોબ માટે સિંગાપોર પણ જઈ આવ્યા છે તેમ છતાં વિદેશમાં સારા પગારની નોકરી છોડીને આપણા વારસાને જીવંત રાખવા આપણી પરંપરાગત ઔષધીય જ્ઞાનને ટકાવી રાખવા માટે પ્રયત્નો શરુ કર્યા છે.

સરગવાના પાન માંથી પાવડર

પરિવારનો સાથ સહકાર મળ્યો : પહેલાં તો વિશાલ પટેલે શરૂઆત એકલા હાથે કરી હતી, આગળ જતા તેમના પત્ની અને માતા પિતા જાગૃતિ અભિયાનમાં જોડાયા હતા. બંનેએ પોતાના પૂર્વજોની જમીનમાં પ્રાકૃતિક ખેતી કરવાનું શરુ કર્યું અને કંઈક અલગ કરવા માંગતા હતા, માટે તેઓએ જમીનમાં રાસાયણિક ખાતર ન લાગે તેવી કાળજી રાખીને કામ શરુ કર્યું હતું.

સરગવાના પાન માંથી પાવડર

આ રીતે પાવડર બનાવવાનો આવ્યો વિચાર :વિશાલ પટેલના પિતા ખેડૂત હતા. તેમને પગનો દુ:ખાવો થતો હતો, તેવામાં તેમને કોઈએ સરગવાના પાનનું સેવન કરવાનું કહ્યું હતું. સરગવાના વૃક્ષ તેમના ખેતરમાં જ હતા. પિતા-પુત્રએ આ પ્રયોગ કરવા રોજ પાઉડર બનવાનું શરુ કર્યું. પાઉડર બનાવતા ગયા અને આજુબાજુ પડોશીઓ અને ઓળખીતા લોકોને આપતા હતા. વિશાલ પટેલે આ દરેક તબક્કે ખુબ જ ચોકસાઈ રાખી હતી. જેમાં કોઈ મિલાવટ નહી, પાન તોડ્યા પછી ડાયરેક્ટ સન લાઈટ ન લાગે, તે રીતે પાઉડર બનાવવા માટે મિક્ષરની જાર ગરમ ન થાય, ધૂળ-કચરો ન લાગે, પાન ને બરાબર સાફ કરી ને જ પ્રોસેસ કરતા હતા.

આ રીતે લોકો સુધી પહોચાડાવવામાં આવ્યું : સવારે સરગવાના ઝાડ પરથી પાન તોડવામાં આવતા હતા. 5 થી 7 ફૂટ ઉંચા આ સરગવાના ઝાડમાંથી 2-2 ફૂટ ઉપર-નીચેથી પાન તોડવામાં આવતા ન હતા. કારણ કે ઉપર કુમળા પાન હોય અને નીચે પીળા પડી ગયેલા પાન હોય. જેમાંથી પુરતો ફાઈબર મળી શકતો ન હતો. વી. કે. મંગલ ભારતીના સંપર્કમાં રહી તેઓ જીવામૃત, બ્રહ્માસ્ત્ર, નીમાસ્ત્ર જેવા કુદરતી મિશ્રણ બનાવતા શીખ્યા હતા. સરગવાના પાનના પાઉડર પર જ ફોકસ કરવા માટે તેઓ આ કુદરતી ખાતરો બહારથી લાવીને ઉપયોગ કરી રહ્યાં છે. આ દંપતી સરગવાના પાનનો પાઉડર બનાવવા માટે તજજ્ઞ બની ગયા હતા. વિડીયો, સોશિયલ મીડિયા, પેમ્ફલેટ અને વાતચીત દ્વારા આ કુદરતી ખજાનો વાપરવા માટે પ્રચાર કરવા લાગ્યા હતા. તેમને નાના પાયા પર પ્રોડક્શન ઉભુ કર્યું.

અમેરિકામાં આ પ્રોડક્ટની ખુબ જ માંગ છે. ત્યાં લોકો આને મોરીંગા એલીફીરા પાઉડર તરીકે ઓળખે છે. તેમણે તેમના ખેતરમાં 6 થી 7 હજાર સરગવાના છોડ ઉછેર્યા છે. આ પહેલા તેમણે અન્ય રાજ્યમાં પણ એકી સાથે દોઢ લાખ રોપા બનાવીને આપ્યા હતા. તેઓ હવે ક્વોન્ટિટી નહીં પરંતુ ક્વોલીટી પર ધ્યાન આપે છે. ભવિષ્યમાં સરગવાની શીંગ માંથી પાઉડર અને બીજ માંથી ઓઈલ બનાવવા માંગે છે. આ ઓઈલને ટુથપેસ્ટ, બોડી મસાજ, સાબુ, એનર્જીબાર, ન્યુટ્રીશન ટેબ્લેટ, હર્બલ સાબુ વગેરે ચીજ વસ્તુઓ બનાવવાનું શરૂ કર્યું છે. - વિશાલપટેલ, પાવડર બનાવનાર

તમામ રોગોનું નિદાન થાય છે : વિશાલ પટેલે ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું છે કે, કોઈ પણ ઉંમરનો માણસ, બિમાર, સાજો, મેદસ્વી, પાતળો, સગર્ભા બહેનો, બાળકો કોઈ પણ આ પાઉડરનો ઉપયોગ કરી શકે છે. કેટલાક તાલુકાઓમાં આંગણવાડીમાં બાળકોને અને સગર્ભા બહેનોને આ પાઉડર નિયમિત આપવામાં આવે છે. રોટલીમાં, ચા માં, દાળ-શાકમાં, ભજીયામાં, શરબતમાં વગેરે જેવા વ્યંજનોમાં આ પાઉડર ઉમેરી શકાય છે. પાઉડરથી તંદુરસ્તી માટે ઉત્તમ, સરગવાના પાનનો ઊપિયોગ રોજિંદી રસોઈમાં તો થાય જ પણ એનો મહત્તમ લાભ મેળવી શકાય છે.

  • નિયમિત સરગવાના પાનના ચૂર્ણનું સેવન કરવાથી થતાં ફાયદા
  1. સ્નાયુઓ તેમજ સાંધાના દુઃખાવામાં રાહત મળે છે.
  2. ડાયાબિટીસમાં સુગર નિયંત્રિત કરે છે.
  3. બ્લડ પ્રેશર તથા કોલેસ્ટેરોલ નિયંત્રિત કરે છે.
  4. પાચનક્રિયા સુધારી ગેસ, એસિડિટી અને કબજિયાત જેવા પેટનાં રોગોમાં રાહત મળે છે.
  5. આંખ અને કાનનાં ઈન્ફેક્શનમાં ફાયદો થાય છે.
  6. માથાનો દુઃખાવો અને અનિંદ્રામાં ફાયદો થાય છે.
  7. રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
  8. કેન્સર થવાનાં જોખમને અટકાવે છે.
  9. વધતી ઉંમરનાં લક્ષણોને છુપાવે છે.
  10. સરગવાનાં પાન ઉપરાંત ફૂલ, સિંગ, છાલનો ઉપિયોગ દવા માં થાય છે.
  11. સરગવો લગભગ 300 જેટલી બીમારીઓ દૂર કરે છે.
  12. ગુણકારી સરાગવાનો ઉપયોગ કરવાથી ધણા રોગોથી બચી શકાય છે.

શા માટે સરગવાને સુપર ફૂડ કહેવાય છે? :મોરીંગા ઓલીફેરાએ સરગવાનું સાઈન્ટીફિક નામ છે. સરગવો જે ભારતીય નામ છે અને ડોક્ટરની ભાષામાં સુપર ફૂડ છે. તેનાથી 300 જેટલા રોગ મટાડી શકાય છે. આયુર્વેદિકની દ્વષ્ટિએ સરગવામાં 90 પ્રકારના ન્યુટ્રીશન અને 46 પ્રકારના એન્ટીઓક્સીડન્ટ રહેલા છે. તેના ફૂલ, શીંગ, મૂળ, છાલ, ગુંદર, પાન આ બધા જ ભાગો ઔષધિય ગુણોથી ભરપુર છે. શરીરના રોગ મટાડી શકાય છે અને જો નિયમિત સેવન કરવામાં આવે તો શરીરમાં રોગ આવવા જ નથી દેતા. સરગવાનું સેવન કરવાથી માણસ સ્વસ્થ, મસ્ત અને દીર્ધાયુ બને છે.

Last Updated : Dec 10, 2023, 4:46 PM IST

ABOUT THE AUTHOR

...view details