છોટાઉદેપુરઃ જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં (Chhotaudepur gram panchayat election )સંખેડા તાલુકાના કાવિઠા ગ્રામ પંચાયત માંજાણીતી મોડેલ એશ્રા પટેલ ઉમેદવારી નોંધાવતાં ખુબ ચર્ચા માં રહી હતી. 19 ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી (Kavitha Gram Panchayat)યોજાઈ હતી. જેમાં કાવિઠા ગ્રામ પંચાયતના મતદાન મથક ઉપર સાંજના સમયે એશ્રા પટેલના હરીફ ઉમેદવારનાં સમર્થકો વચ્ચે વિવાદ થતાં સંખેડા પોલીસ સ્ટેશનમાં એશ્રા પટેલ તેઓના પિતા સહીત 12 આરોપીઓ સામે એટ્રોસિટી કલમ સંખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ (Chhotaudepur Sankheda Police Station)કરવામાં આવ્યો હતો.જોકે 21 ડિસેમ્બરના રોજ મતગણતરી થતાં કાવિઠા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મોડેલ અભિનેત્રી એશ્રા પટેલની હાર થઈ હતી.
12 વ્યક્તિઓને આગોતરા જામીન મળ્યા