છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવિઠા ગ્રામ પંચાયત (Kavitha Gram Panchayat)ના સરપંચ પદના ઉમેદવાર મોડેલ એશ્રા પટેલ સહિત 12 લોકો સામે એટ્રોસિટી એક્ટ મૂજબ પોલીસ ફરિયાદ (police complaint against aeshra patel) બાબતે છોટા ઉદેપુર DySP જે.જી. ચાવડાએ આપ્યું નિવેદન છે. સંખેડાના કાવિઠા ગામે ગઈકાલેસરપંચ પદની ચૂંટણી યોજાઇ હતી, જેમા સરપંચ ઉમેદવાર તરીકે 4 જેટલી મહિલાઓએ ઉમેદવારી કરી હતી. મોડેલ અભિનેત્રી એશ્રા પટેલ (actress aeshra Patel) પણ સરપંચ પદના ઉમેદવાર હતા. ગઈકાલે સાંજે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયાં બાદ ગતરાત્રીએ મતદાન મથકે બબાલ થઈ હતી.
ફરિયાદીને ગાળો બોલવામાં આવી હતી
આ બાબતે હરીફ ઉમેદવારના એજન્ટે સંખેડા પોલીસ સ્ટેશન (sankheda police station)માં ફરિયાદ નોંધાવી હતી, જેને લઇને સરપંચ પદના ઉમેદવાર એશ્રાબેન નરહરીભાઈ પટેલ, નરહરીભાઈ ભગવાનભાઈ પટેલ, રૂપેશભાઈ ગોવિંદભાઈ પટેલ, વિપુલભાઈ જશભાઇ પટેલ, સચિનભાઈ અનિલભાઈ પટેલ, કૃષ્ણકાંતભાઇ લક્ષ્મણભાઈ પટેલ, મીનાક્ષીબેન નરહરિભાઈ પટેલ, શૈલેષભાઈ મોહનભાઈ પટેલ, મહેશભાઇ જેશિંગભાઈ રબારી, સુભાષભાઈ મોહનભાઈ પટેલ, સરદારસિંહ ફતેસિંહ સોલંકી અને પ્રવિણસિંહ જયસિંહ સોલંકી (કાવિઠા)એ ગેર કાયદેસર મંડળી બનાવી એક સંપ થયા હતા. ત્યારબાદ ફરિયાદી પાસે આવી ગમે તેવી ગાળો બોલી હતી.