છોટા ઉદેપુર પાવી જેતપુર તાલુકાના કદવાલ ગામની (Pavi Jetpur Taluka Kadwal Village ) મહિલાઓ દ્વારા નગરમાં રેલી કાઢીદારૂબંધીના સૂત્રોચ્ચાર કરી કદવાલ પોલીસ સ્ટેશનમાં પહોંચી અરજી આપી દારૂના અડ્ડા બંધ કરાવવાની માંગ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ પાવી જેતપુર તાલુકાના કદવાલ ગામના વિસ્તારમાં દારૂની બંધીઓ વધી જવાના કારણે મૃત્યુદર વધી ગયો છે.
મહિલાઓ દ્વારા નગરમાં રેલી કાઢી દારૂબંધીના સૂત્રોચ્ચાર કરી કદવાલ પોલીસ સ્ટેશનમાં પહોંચી અરજી આપી દારૂના અડ્ડા બંધ કરાવવાની માંગ કરી છે. ગામોમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણકદવાલ ગામે મહિલાઓ દ્વારા રેલી કાઢી કદવાલ પોલીસ સ્ટેશનમાં (Kadwal Police Station) સૂત્રોચ્ચાર કરી દારૂના અડ્ડા બંધ કરાવવા માટે આવેદન અરજી (Demand for closure of liquor vends) આપી હતી. 42 ગામના ગઢ ગણાતા કદવાલ તથા આજુબાજુના ગામોમાં ખુલ્લેઆમદારૂનું વેચાણ (Open sale of liquor) થાય છે. જેના કારણે કદવાલ પંથકની કેટલીક ગરીબ મહિલાઓ (Poor woman of Kadwal village) વિધવા બની ગઈ છે. કેટલાક નાના નાના બાળકોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.
દારૂના અડ્ડાઓ બંધ કરાવવાનું રણશિંગુ ફૂંક્યું કદવાલ ગામ તથા આજુબાજુ ગામોની કેટલીક મહિલાઓ વિધવા બની ગઈ છે. ભર યુવાનીમાં દારૂના રવાડે ચડેલા યુવાનો દારૂના નશાના કારણે નાની ઉંમરે જ મૃત્યુ પામ્યા છે. જેના કારણે કદવાલ ગામની મહિલાઓ દ્વારા આજે મોટી સંખ્યામાં ભેગા થઈ રેલી કાઢી કદવાલ પોલીસ સ્ટેશનમાં અરજી આપી દારૂના અડ્ડા બંધ કરવાની માંગ કરી હતી. આગામી દિવસોમાં દારૂ અડ્ડા બંધ નહીં થાય તો આગળ કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આમ, પાવી જેતપુર તાલુકાના કદવાલ વિસ્તારમાં દારૂનું વેચાણ ખૂબ વધી જતા, મહિલાઓ સજાગ થઈ દારૂના અડ્ડાઓ બંધ કરાવવાનું રણશિંગુ ફૂંક્યું છે. તંત્ર આ અંગે યુદ્ધના ધોરણે ઘટતું કરી કદવાલ વિસ્તારમાં દારૂના અડ્ડા બંધ કરાવે તેવી મહિલાઓની ઉગ્ર માંગ ઉઠી છે.
ગ્રામજનોની દુરદશા: આ બાબતે કદવાલ ગામના સરપંચ રુખલીબહેન રાઠવાએ જણાવ્યું હતું કે અમારા 42 ગામમાં દારુનું ખુલ્લે આમ વેચાણ થાય છે. દારુની લતે ચઢેલા કેટલાંક લોકોના મોત નિપજ્યા છે. તે બહેનો વિધવા થઈ છે રાત્રે દારૂડિયાઓ હાહાકાર મચાવે છે. જેને લઇને અમે આજે કદવાલ પોલીસ સ્ટેશનમાં દારુ બંધીની અમે અરજી આપી છે. આ અંગે ગામના ઝમકુ રાઠવાએ જણાવ્યું હતું કે, મારા પતિ રોજ દારુ પીઈને ઘરે આવે છે. રોજ ધમાલ કરે છે. જેનાથી હવે આ દારૂડિયા પતિથી અમે કંટાળી ગયા છે. કદવાલ પોલીસ સ્ટેશનનાં તાબામાં આવતાં 42 ગામોમાં કડક દારુબંધી લાદવામાં આવે એવી અમારી માંગ છે. આ અંગે મંગલીબેન રાઠવાએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં દારુનું દૂષણ એટલુ બધુ છે કે, દારુનાં ચાલતાં અડ્ડાથીં દારૂડિયાઓને કોઈ ભાન રહેતું નથી. પોતાના કપડાંનું પણ ભાન નહીં રહેતાં સ્ત્રીઓને શરમાવું પડે છે. એવી શોભભરી સ્થિતિમાં મૂકવાવુ પડે છે. જેથી અમારાં વિસ્તારમાં ચાલતાં દારૃના અડ્ડા બંધ થવા જોઇએ.