બોડેલી ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ચૂંટણી લક્ષી સભા યોજાઈ હતી. આ સભામાં છોટાઉદેપુર બેઠકના ઉમેદવાર સાથે નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો આવ્યા હતા. સભા બાદ મીડિયા સાથે વાત કરતા જીતુ વાઘાણીએ વાત કરતા છોટાઉદેપુર બેઠકની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
જીતુ વાઘાણીએ હાર્દિકના થપ્પડ કાંડને ગણાવ્યું નાટક
છોટાઉદેપુરઃ હાર્દિક પર થએલા હુમલા બાદ રાજકારણ ગરમાયુ હતું. આ હુમલાને લઇને હાર્દિકે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા, ત્યારે ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ મીડિયા સાથે વાત કરતા હાર્દિકના થપ્પડ કાંડને નાટક ગણાવ્યું હતું, તો સાથે જીતુ વાઘાણીએ ઘટનાને વખોડી પણ હતી.
સ્પોટ ફોટો
આ સાથે-સાથે હાર્દિક ઉપર થયેલા હુમલા અંગે જીતુ વાઘાણીએ હાર્દિકનું નાટક ગણાવ્યું હતું. વધુમાં ભાજપ ઉપર ખોટા આરોપો કરતા હોવાનું જણાવ્યું હતું. ત્યારે છેલ્લે મીડિયાના સવાલના પ્રત્યુત્તરમા હાર્દિક સાથે બનેલી ઘટનાને વખોડતા કોઈની પણ સાથે આ પ્રકારની ઘટના ના થવી જોઈએ તેમ જણાવ્યું હતું.