આ સદર ઓપરેશનમાં આતંકીઓ દ્વારા ગોળીબાર દરમિયાન બે સાથીઓને ગોળી વાગી હતી. જેથી બંને સાથીઓને બચાવવા માટે લિલેશે સતત કવર ફાયરિંગ કર્યું હતું. તેમજ આતંકીવાદીઓને ઠાર કર્યા હતા. ત્યારે ગત 15મી ઓગસ્ટના શોર્ય ચક્રથી સન્માનિત શૂરવીરોના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં લિલેશ રાઠવાનું નામ પણ શામેલ હતું.
છોટા ઉદેપુરના જવાનને રાષ્ટ્રપતિના હસ્તે શોર્યચક્રથી કરાયો સન્માનિત - Ramnath Kovind
છોટા ઉદેપુર: રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તારના જિલ્લામાં આવેલા લેહવાટ ગામના 4 આસામ રાઈફલમાં લિલેશ રાઠવા ફરજ બજાવતા હતા. ત્યારે 15 નવેમ્બર, 2017માં મણિપુરના ચડેલ જિલ્લાના સાજીતામબક ખાતે રોડના ઉદ્ધઘાટન સમારોહમાં ફરજ પર હતા. ત્યારે એકાએક બર્માના આતંકીઓના અમ્બુસને નિષ્ફળ બનાવ્યો હતો.
છોટા ઉદેપુરના જવાનને રાષ્ટ્રપતિના હસ્તે શોર્યચક્રથી કરાયો સન્માનિત
લિલેશ રાઠવાને 19 માર્ચના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે શોર્યચક્ર એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે લિલેશ રાઠવા ટ્રેન દ્વારા પોતાના માદરે વતન પહોંચ્યા હતા, ત્યારે રેલ્વેસ્ટેશન પર મોટી સંખ્યામાં ગ્રામજનો આવી પહોંચ્યા હતા. સાથે જ લિલેશ રાઠવાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ઘોડા પર બેસાડીને ઢોલ નગારા સાથે ખુશી મનાવવામાં આવી હતી.