છોટા ઉદેપુર જિલ્લામાં આજે સવારથી વરસી રહ્યો છે મુશળધાર વરસાદ - Rain in Chhota Udepur
હવામાન વિભાગની આગાહી મુજબ છોટા ઉદેપુર જિલ્લામાં મંગળવારે સવારના 6 વાગ્યાંથી 12 વાગ્યાં સુધીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. બોડેલીમાં સવારથી 12 વાગ્યાં સુધીમાં 5 ઇંચ વરસાદ વરસતાં નીચાંણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ભરાતાં નીચાંણવાળા લોકોનું જીવન અસ્ત્વયસ્ત થયું છે.
Rain news
By
Published : Sep 21, 2021, 9:51 PM IST
હવામાન વિભાગની આગાહી મુજબ છોટા ઉદેપુરમાં વરસાદ
સવારથી 12 વાગ્યાં સુધીમાં 5 ઇંચ વરસાદ
પાણી ભરાતાં નીચાંણવાળા લોકોનું જીવન અસ્ત્વયસ્ત
છોટા ઉદેપુર: હવામાન વિભાગની આગાહી મુજબ છોટા ઉદેપુર જિલ્લામાં સવારના 6 વાગ્યાં થી 12 વાગ્યાં સુધીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. બોડેલીમાં સવારથી 12 વાગ્યાં સુધીમાં 5 ઇંચ વરસાદ વરસતાં નીચાંણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ભરાતાં નીચાંણવાળા લોકોનું જીવન અસ્ત્વયસ્ત થયું છે. નસવાડી અને કવાંટ તાલુકામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈ નસવાડીની અશ્વિન અને મેણ બન્ને નદી બે કાંઠે વહેવા લાગી છે. નસવાડીના ખુશાલપુરા, ગઢને જોડતાં લો- લેવલ કોઝવે પર પાણી ફરી વળતા કોઝવેની સાઈડનું માટીના કામનું ધોવાણ થતા કોઝવે થયો બંધ થતાં લોકોને અવર જવરમાં હાલાકી ભોગવવી પડી છે.
છોટા ઉદેપુર જિલ્લામાં આજે સવારથી વરસી રહ્યો છે મુશળધાર વરસાદ
બોડેલી વડોદરા બોડેલી મુખ્ય માર્ગ પર પાણી ભરાયા
બોડેલી - હાલોલ મુખ્ય માર્ગ પર કડીલા ગામ પાસે કોતરમાં પાણી આવતા રસ્તા પર પાણી ભરાતાં વાહન વ્યવહારમાં મુશ્કેલી સર્જાઈ હતી. તો બીજી તરફ હાલોલ રોડ પર મેલડી માતાના મંદિરમાં પાસે પણ પાણી ભરાયાં હતાં. હજી જો વધુ વરસાદ વરસેતો વાહન વ્યવહારને અસર થાય તેમ છે.
છોટા ઉદેપુર જિલ્લામાં આજે સવારથી વરસી રહ્યો છે મુશળધાર વરસાદ
સવારના 6 થી 12 વાગ્યા સુધીમાં વરસેલો વરસાદ
જિલ્લા
વરસાદ (mm)
છોટા ઉદેપુર
9
જેતપુર પાવી
110
સંખેડા
31
નસવાડી
28
બોડેલી
126
કવાંટ
61
આ ઉપરાંત નર્મદા જિલ્લામાં પણ મંગળવારે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાનો કરજણ ડેમ પણ ઓવરફ્લો થયો છે. કરજણ ડેમની આજની જળ સપાટી 113.80 મીટર થઈ છે અને ડેમનું રૂલ લેવલ 113.75 મીટર છે. રૂલ લેવલ જાળવવા ડેમમાં આજે સવારે 1 ગેટ ખોલીનો દરવાજા ખોલી 17402 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવામાં આવ્યું હતું. આજે કરજણ નદીમાં તબક્કાવાર 40 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે, જેથી કરજણ નદી બે કાંઠે વહેશે. કરજણ નદીના 8 જેટલા કાંઠા વિસ્તારમાં આવતા ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે.
તો ભાવનગર જિલ્લામાં પણ મંગળવારે બપોરે બે દિવસના અસહ્ય બફારા બાદ મહુવા શહેરમાં મેઘરાજાની પધરામણી થઈ હતી અને વાતાવરણ ઠંડક પ્રસરી હતી. ગ્રામ્ય વિસ્તારની જો વાત કરવામાં આવે તો તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ થયો હોવાથી ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી હતી. તાલુકાના તમામ જળાશયો છલક સપાટી પર પહોંચ્યા એટલે કહી શકાય ખેતી માટે પાણીની સમસ્યા દૂર થઈ છે.
આ સાથે જ ખેડા જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાએ બીજી ઇનિંગની ધમાકેદાર શરૂઆત કરી છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોધાયો છે. ડાકોર મંદિર બહાર પાણી ભરાતા યાત્રીઓ અટવાયા હતા.