- નસવાડી ખાતે સૂર્યોદય યોજના શુભારંભ કાર્યક્રમ યોજાયો
- 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18,000 કરોડ જમા કરવામાં આવ્યાં
- ખેતીવાડી વીજ જોડાણધારક ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18,000 કરોડ જમા કરવામાં આવ્યાં
છોટાઉદેપુુરઃ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા સાંસદ ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દાહોદ, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાની કિસાન સૂર્યોદય યોજનાનું ઇ-લોકાર્પણ કર્યું હતું. છોટાઉદેપુર જિલ્લામાં પણ આગામી દિવસોમાં તમામ ખેતીવાડી વીજ જોડાણધારક ખેડૂતોને દિવસે વિજળી આપવામાં આવશે એમ જણાવી તેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંગે જાણકારી આપી હતી. તેમણે સુશાસન દિનની ઉજવણી પ્રસંગે 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18,000 કરોડ જમા કરવામાં આવ્યા હોવાનું ઉમેરી તેમણે આયુષ્માન ભારત યોજના, નલ સે જલ યોજના જેવી યોજનાઓની વિગતે જાણકારી આપી હતી.
91 કરોડની કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત