- સંખેડા ખાતેના વિશ્રામગૃહનું મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ
- 3 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે વિશ્રામગૃહ
- વિશ્રામગૃહનો ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો
છોટાઉદેપુર: સંખેડા (Sankheda) ખાતે 3 કરોડના ખર્ચે જગવિખ્યાત સંખેડાના ફર્નીચર સાથે સંપૂર્ણ સુવિધાથી સજ્જ નવનિર્મિત વિશ્રામ ગૃહ (Rest House)નું મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે 3 કારોડના ખર્ચે નવનિર્મિત વિશ્રામગૃહમાં 5 ડિલક્સ રૂમ 2, VVIP રૂમ, 1 કોંફ્રન્સ રૂમ, 1 VVIP ડાઈનિંગ હોલ અને 1 સામાન્ય ડાઇનિંગ હોલ બનાવવામાં આવ્યા છે.
વિશ્રામગૃહનો ઈ-લોકાર્પણ કાર્યકર્મ યોજાયો
વિશ્વવિખ્યાત સંખેડાના ફર્નિચરથી સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ આ નવનિર્મિત વિશ્રામગૃહનો આજે ઈ-લોકાર્પણ કાર્યકર્મ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે સંખેડા ખાતે 3 વર્ષ પહેલા આ વિશ્રામગૃહનું ખાતમુહૂર્ત થયું હતું હવે 3 કરોડ રૂપિયાના ખર્ચે 3 વર્ષ બાદ તેનું કામ થયું છે. આ વિશ્રામગૃહમાં સંખેડાનું વિશ્વપ્રસિદ્ધ સોનેરી ફર્નિચર મુકવામાં આવ્યું છે.