ગુજરાત

gujarat

ETV Bharat / state

છોટાઉદેપુરમાં નાગરિકોએ Grade Pay મુદ્દે પોલીસના સમર્થનમાં કલેક્ટરને આપ્યું આવેદનપત્ર, કહ્યું- માગ નહીં સંતોષાય તો... - છોટાઉદેપુર ન્યૂઝ

સમગ્ર રાજ્યમાં અત્યારે પોલીસ ગ્રેડ પે મુદ્દે પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનો સરકાર સમક્ષ માગણી કરી રહ્યા છે. આ સાથે જ તેઓ ગ્રેડ પે મુદ્દે વિરોધ દર્શાવી રહ્યા છે. તેવામાં છોટાઉદેપુર જિલ્લામાં નાગરિકોએ ગુજરાત પોલીસના હક અધિકાર માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. સાથે જ તેમણે ગુજરાત પોલીસના સમર્થનમાં વિવિધ રજૂઆત પણ કરી હતી.

છોટાઉદેપુરમાં નાગરિકોએ Grade Pay મુદ્દે પોલીસના સમર્થનમાં કલેક્ટરને આપ્યું આવેદનપત્ર, કહ્યું- માગ નહીં સંતોષાય તો...
છોટાઉદેપુરમાં નાગરિકોએ Grade Pay મુદ્દે પોલીસના સમર્થનમાં કલેક્ટરને આપ્યું આવેદનપત્ર, કહ્યું- માગ નહીં સંતોષાય તો...

By

Published : Oct 29, 2021, 11:22 AM IST

  • છોટાઉદેપુરમાં નાગરિકોએ જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
  • ગ્રેડ પે મુદ્દે આંદોલન કરી રહેલા પોલીસકર્મીઓના સમર્થનમાં આવેદનપત્ર આપ્યું
  • નાગરિકોએ ગુજરાત પોલીસના સમર્થનમાં વિવિધ રજૂઆત પણ કરી હતી

છોટાઉદેપુરઃ સમગ્ર રાજ્યમાં અત્યારે પોલીસ ગ્રેડ પે મુદ્દે આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે છોટાઉદેપુરમાંથી કેટલાક નાગરિકો ગુજરાત પોલીસના સમર્થનમાં ઉતર્યા છે. આ નાગરિકોએ ગુજરાત પોલીસના હક અધિકાર માટે જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણને આવેદનપત્ર આપ્યું હતું. સાથે જ તેમણે ગુજરાત પોલીસના સમર્થનમાં તેમનો ગ્રેડ પે વધારવા સહિતની વિવિધ રજૂઆત કરી હતી. આ ઉપરાંત તેમણે તમામ માગણીઓને વહેલી તકે સંતોષવા માટે પણ માગ કરી હતી.

નાગરિકોએ ગુજરાત પોલીસના સમર્થનમાં વિવિધ રજૂઆત પણ કરી હતી

પોલીસના કારણે જ શાંતિથી તહેવારો ઉજવી શકીએ છીએઃ નાગરિકો

આવેદનપત્ર આપવા આવેલા નાગરિકોએ કહ્યું હતું કે, રાજ્યની સુરક્ષા અને સલામતીમાં પોલીસનો ખૂબ મોટો ફાળો છે. પોલીસના કારણે જ આપણે તહેવારો અને પ્રસંગો શાંતિથી ઉજવી શકીએ છીએ. ગુજરાત પોલીસનું ઋણ અદા કરવા નાગરિકોએ પોલીસનું સમર્થન કર્યું હતું. સાથે જ નાગરિકોની ઉચ્ચ અધિકારીઓના માધ્યમથી સરકારને રજૂઆત છે કે, પોલીસના પ્રશ્નોનું વહેલીતકે નિરાકરણ લાવવામાં આવે. નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

આ પણ વાંચો-Grade pay issue : વિરોધ કરનાર કોંગ્રેસના કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ, ગુજરાતમાં આ રીતની પ્રથમ ફરિયાદ

આ પણ વાંચો-વડોદરામાં વધ્યું પોલીસ ગ્રેડ-પે આંદોલન, ઠામડાં લઈને રસ્તા પર પોલીસ પરિવારજનો

ABOUT THE AUTHOR

...view details