- ઈન્ટરનેટના માધ્યમથી માહિતી મેળવી ખેડૂતે કેપ્સિકમની સફળ ખેતી કરી
- ચલામલીના પ્રગતિશીલ ખેડૂતે કેપ્સિકમની સફળ ખેતી કરી
- ખેડૂતને નવો વિકલ્પ મળતા અન્ય ખેડૂતો માટે ફાયદારૂપ બની રહેશે
- ખેડૂતે દોઢ લાખથી વધુની આવક કરી
છોટાઉદેપુરના પ્રગતિશીલ ખેડૂતે ઈન્ટરનેટમાંથી માહિતી મેળવી કેપ્સિકમની ખેતી કરી
છોટાઉદેપુરઃ જિલ્લાના બોડેલી તાલુકાના ચલામલી ગામના પ્રગતિશીલ ખેડૂતે ઈન્ટરનેટના માધ્યમથી તમામ માહિતી મેળવી કેપ્સિકમની સફળ ખેડૂત કરી અવાક બમણી કરી છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચલામલી ગામના પ્રગતિશીલ ખેડૂતે કેપ્સિકમની સફળ ખેતી કરી માર્કેટમાં સારી ક્વોલિટીનો પાક થતા વેપારીઓ દ્વારા સારો ભાવ મળતા તેની આવક બમણી થઈ છે. પ્રગતિશીલ ખેડૂત સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે, તેઓ કેળ, પપૈયા, ટામેટા, મરચાંની ખેતી છેલ્લા પાંચ વર્ષથી કરી રહ્યા છે.
છોટાઉદેપુરના પ્રગતિશીલ ખેડૂતે ઈન્ટરનેટમાંથી માહિતી મેળવી કેપ્સિકમની ખેતી કરી કેપ્સિકમનો ભાવ પ્રતિકિલો રૂ. 100 સુધીનો હોવાથી તેની ખેતી શરૂ કરી
ખેડૂતો વધુમાં જણાવ્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં પંથકના ખેડૂતો મોટાપાયે કેળ, ટામેટા, પપૈયા, મરચાની ખેતી તરફ વળતા બજારમાં તેના પોષણક્ષમ ભાવ ન મળતા ખેતીમાં ખર્ચનું પ્રમાણ વધ્યું છે. આની સામે નફા ધોરણ ઘટતા બીજી ખેતી તરફ વળવું પડે તેમ હતું. બજારમાં તમામ શાકભાજીના ભાવનો અભ્યાસ કરતા કેપ્સિકમ (સિમલા મિર્ચ-ચીલી)નો ભાવ 30થી 100 રૂપિયે પ્રતિકિલો રહેતા આ સિમલા મિર્ચની ખેતી કરવાનો વિચાર આવ્યો. આ ખેતી માટેની તમામ માહિતી ઈન્ટરનેટના માધ્યમથી મેળવી હતી.
છોટાઉદેપુરના પ્રગતિશીલ ખેડૂતે ઈન્ટરનેટમાંથી માહિતી મેળવી કેપ્સિકમની ખેતી કરી પ્રગતિશીલ ખેડૂતે આવક બમણી કરી
હાલમાં તેનો ભાવ 25થી 30 રૂપિયા પ્રતિકિલો મળી રહ્યો છે. એક એકરમાં ધરૂં, ખાતર, દવાનો કુલ ખર્ચ 30 હજારથી 35 હજાર જેટલો થાય છે, જેની સામે આવક 1,50,000થી 2,00,000 જેટલી થાય છે, જે સંપૂર્ણ બજાર અને બજાર ભાવ પર આધારિત છે. આમ, એકંદરે કેપ્સિકમની ખેતી ખૂબ સારી અને ખેડૂતોની આવક બમણી કરે તેમ છે. ઘણાય આ વિસ્તારના ખેડૂતો મારી પાસે માર્ગદર્શન મેળવવા અને મારી વાડી જોવા આવે છે એ જોતા લાગી રહ્યું છે કે,ખેડૂતો કેપ્સિકમની ખેતી તરફ વળે તો અન્ય ખેડૂતો પણ અવાક કરી શકે છે. આમ, ચલામલીના ખેડૂતે સિમલા મીર્ચની ખેતી કરી પંથકના ખેડૂતોને અચંબામાં પાડી દઈ ખેતી માટે નવો વિકલ્પ મળતા અન્ય ખેડૂતો માટે ફાયદારૂપ બની રહેશે.