છોટા ઉદેપુર: જિલ્લા કોંગ્રસના (Gujarat Congress)કાર્યકારી જિલ્લા પ્રમુખ ઉમેશ શાહ અને પૂર્વ જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ યશપાલસિંહ ઠાકોર સહીત 500 જેટલાં કાર્યકરો કૉંગ્રેસને રામ રામ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા(Chhota Udepur Congress)કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. જિલ્લા કોંગ્રસના કાર્યકારી પ્રમુખ ઉમેશ શાહના ભાઈની પત્ની નયનાબહેન શાહને થોડાં દિવસ પહેલાં જ ભાજપાના મેન્ડેડ ઉપર ગુજકોમોસોલમાં ડિરેક્ટર બનાવાયા બાદ, જિલ્લા કોંગ્રસ પ્રમુખ ઉમેશ શાહ કોંગ્રેસ છોડી શકે છે તેવો વાતો (Bharatiya Janata Party)વહેતી થઈ હતી. આજે કૉંગ્રેસના દિગજજ નેતાઓ કૉંગ્રેસને રામ રામ કરી ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ધારણ કરી લેતાં છોટા ઉદેપુર કોંગ્રસમાં મોટો ભૂકંપ સર્જાયો છે.
આ પણ વાંચોઃસાબરકાંઠા કોંગ્રેસમાં ભંગાણ, પ્રદેશ મહામંત્રી સહિતના 10 હોદ્દેદારોએ કેસરીયો ધારણ કર્યો
પાટીલના હસ્તે કેસરિયો ધારણ કર્યો -જિલ્લા કોંગ્રસના પ્રમુખ ઉમેશ શાહ છેલ્લાં ઘણાં સમયથી ડભોઇના ધારાસભ્ય શૈલેષ શૌટાની સંપર્કમાં હતાં. જેને લઇને આજે છોટા ઉદેપુર જિલ્લા કોંગ્રસના પ્રમુખ ઉમેશ શાહ, પૂર્વ જિલ્લા કૉંગ્રેસ પ્રમૂખ યશપાલસિંહ ઠાકોર ગુજકોમોસોલના ડિરેક્ટર નયનાબહેન શાહ, વડોદરા જિલ્લા પછાત સેવા મંડળના પ્રમૂખ અનિરુદ્ધ પટેલ સહીતના દિગજ્જ નેતા ગાંધીનગર કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલના હસ્તે કેસરિયો ધારણ કર્યો હતો.
આ પણ વાંચોઃમોરબી કોંગ્રેસમાં ભંગાણ : વધુ એક નેતાએ 20થી વધું કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા
સાત દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડી -કમલમમાં આજે છોટા ઉદેપુર જિલ્લાના દિગ્ગજ નેતાઓ કે વર્તમાન કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ઉમેશ શાહના પિતા શાંતિલાલ શાહ કોંગ્રેસના પીઢ નેતા હતાં, ઉમેશ શાહ પણ કોંગ્રેસના દિગ્ગજ નેતા તરીકેની છાપ વર્ષોથી ધરાવતાં હતાં, જયારે પૂર્વ જિલ્લા કૉંગ્રેસ પ્રમૂખ યશપાલસિંહ ઠાકોર પણ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીમાં ખાસ્સું વર્ચસ્વ ધરાવતાં હતાં. પછાત સેવા મંડળના પ્રમૂખ અનિરુદ્ધ પટેલ પણ કોંગ્રેસના ખૂબ જૂના દિગ્ગજ નેતા હતાં. સાથે સાથે કોંગ્રસના કુલ સાત દિગ્ગજ નેતાઓ કોંગ્રેસને રામ રામ કરી કેસરિયો ધારણ કરી લેતાં છોટા ઉદેપુર જિલ્લામાં કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે.