રેતી રસ્તામાં પડવાથી જાહેર સલામતી, શાંતિ અને અક્સ્માતનો ભય રાહદારીઓને સતાવી રહ્યો છે. જેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે.એસ. વસાવાએ જાહેર નામું બહાર પાડ્યું છે. જેમાં, રેતીવાહક વાહનોને ફરજિયાત તાડપત્રી બાંધવાનું કહેવામાં આવ્યું છે.
છોટાઉદેપુરમાં રેતીવાહક વાહનોને તાડપત્રી બાંધવી ફરજિયાત, કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું
છોટાઉદેપુર: જિલ્લામાં રેતી ખનન કરનારા પરવાનેદારોના ડમ્પર અને ટ્રક જેવા વાહનો દ્વારા રેતીની હેરાફેરી જિલ્લાના મુખ્ય રસ્તાઓ દ્વારા થાય છે. જેમાં સાધનમાંથી રેતી અને પાણી રસ્તામાં પડવાથી રસ્તામાં નુકસાન થઇ રહ્યું છે. જેને ધ્યાનમાં રાખી અધિક કલેક્ટરે જાહેર નામું બહાર પાડ્યું છે.
છોટાઉદેપુરમાં રેતીવાહક વાહનોને તાડપત્રી બાંધવી ફરજીયાત,અધિક કલેકટરે બહાર પાડ્યું જાહેરનામું
રેતીથી ઓવરલોડ તેમજ પાણી નીતરતી અવસ્થા વાળા વાહનોની રસ્તા પર અવર-જવર ઉપર પ્રતિબંધ રહેશે. તેમજ ગુજરાત માઇન્સ એન્ડ મિનરલ્સ એક્ટ અન્વયે રેતી ખનનના સમય તેમજ અન્ય તમામ કાયદાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે, આ હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ 188 તથા ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 131 મુજબ સજાને પાત્ર થશે.