- કોરોના મહામારી વચ્ચે પીવાના પાણીની સમસ્યા
- હેન્ડપંપમાં પાણી ક્ષારયુક્ત આવતા પાણીની સમસ્યા
- ઉનાળાની શરૂઆત અગાઉ પાણીનો પોકાર
છોટાઉદેપુરઃ બોડેલી તાલુકાનું એક એવું ગામ કે જે નર્મદા કેનાલને અડીને આવેલા હોવા છતાં પીવાના પાણી સમસ્યા સર્જાઈ છે. ગામમાં બોર અને હેન્ડપંપમાં જે પાણી આવે છે તે ક્ષારયુક્ત હોવાથી પીવાલાયક નથી. આથી ગામની મહિલાઓ નર્મદાના કેનાલ પાસે આવેલા હેન્ડપંપ પર પાણી ભરવા માટે જાય છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાનું ભોરદા ગામ કે જે ગામ 3 હજારની વસ્તી ધરાવે છે. ગામમાં ટાંકી છે હેન્ડપંપ છે. સરકારી યોજનાનો સંપ પણ છે તેમ છતાં ગામની મહિલાઓ ગામથી દૂર એક કિમી દૂર આવેલા નર્મદાની મુખ્ય કેનાલ પાસે આવેલ એક હેન્ડ પંપ પર મહિલાઓ પાણી ભરવા જાય છે. વર્ષો પહેલા ગામમાં હેન્ડપંપ બનાવ્યા હતા પણ ક્ષારયુક્ત પાણીને લઈ આજે કાટ લાગી ગયો છે. હેન્ડ પંપ સડી ગયા છે તો ક્ષારયુક્ત પાણીને લઈ ગામની ગ્રામ પંચાયતની ટાંકી પણ જર્જરિત થઈ ગઈ છે. પાણીની લાઈન કરી ગામ સુધી પાણી લાવવા ગ્રામજનોએ માગ કરી છે.