છોટા ઉદેપુરઃ પ્રાપ્ત માહિતી મુજબ, જિલ્લાના નસવાડી તાલુકાના નનુપુરા ગામ નજીક નાયકા અરવિંદ રાયસિંગે પોતાની પત્ની કોકિલા બેનનું ગળુ દબાવીને હત્યા કરી હોવાનુ સામે આવ્યું છે. પત્ની પિયર ગઇ હતી ત્યાં જઇ પોતે બીમાર હોવાનું જણાવતા તેને સાથે લઇ જવા દવાખાને નીકળ્યો હતો.
આર્થિક સંકડામણને કારણે પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી - Chhotaudepur updates
છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના નનુપુરા ગામમાં એક પતિએ આર્થિક સંકટના લીધે પોતાની પત્નીનું ગળુ દબાવીને હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
છોટાઉદેપુરઃ
રસ્તામાં પતિ પત્ની વચ્ચે પૈસાની બાબતે ઝઘડો થતા પત્નીનું ગળુ દબાવી હત્યા કર્યા બાદ નાશી છૂટ્યો હતો. બાદમાં પરિવારજનોએ તપાસ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી. નસવાડી પોલીસે તપાસ કરી આરોપી ને ઝડપી પાડ્યો હતો.