ગુજરાત

gujarat

ETV Bharat / state

અચાનક પૂર આવતાં ઇકો કાર પાણીમાં તણાઈ પાંચ લોકોને બચાવ્યા આ રીતે - બોડેલી તાલુકાના નાની બુમડી

છોટા ઉદેપુરમાં(Bumdi village in Chhota Udepur) મઘ્ય પ્રદેશના ઇકો કારમાં અમદાવાદ જઈ રહ્યા હતા. આદરમિયાન વ્હોરા સમાજના લોકો બુમડી ગામના કોઝવે પર (Causeway of Bumdi village)પસાર થતાં અચાનક પૂર આવતા કાર સહિત પાંચ લોકો તણાઇ જતા જીવની પરવા કર્યા વિના ધસમસતા પાણીના પ્રવાહમાં કુદી જઈ બચાવી લેવાયા હતા.

અચાનક પૂર આવતાં ઇકો કાર પાણીમાં તણાઈ પાંચ લોકોને બચાવ્યા આ રીતે
અચાનક પૂર આવતાં ઇકો કાર પાણીમાં તણાઈ પાંચ લોકોને બચાવ્યા આ રીતે

By

Published : Jul 15, 2022, 5:55 PM IST

છોટા ઉદેપુર: મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના(Dhar district of Madhya Pradesh) મનાવર ગામમાં વ્હોરા સમાજના પાંચ સભ્યો અમદાવાદ મજાર પર જવા નીકળ્યા હતા. જેઓની ઇકો કાર બુધવારની મધરાત્રે બોડેલી તાલુકાના નાની બુમડી(Bumdi village in Chhota Udepur) પાસેથી પસાર થઈ રહી હતી. જૈન મંદિર ફળીયા વિસ્તારના(Jain temple Paliya area) કોતરના કોઝવે પર થોડુ થોડુ પાણી જઈ રહ્યું હતું. તે સમયે આ ઇકો કાર તે છલીયા પરથી પસાર થઈ રહી હતી. અચાનક પાણીનો ધસમસતો પ્રવાહ આવી જતા ગાડી પાણીના પ્રવાહમાં તણાઈ હતી તણાયેલાઓએ બુમરાણ મચાવતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા. દોરડા નાખી બચાવ કામગીરી હાથ ધરી પાંચ વ્યક્તિઓને સલામત રેસ્ક્યુ(Five persons were rescued) કરી બહાર કાઢ્યા હતા.

દોરડા નાખી બચાવ કામગીરી હાથ ધરી પાંચ વ્યક્તિઓ ને સલામત રેશક્યું કરી બહાર કાઢયા હતા

આ પણ વાંચો:હજી પણ 8 જિલ્લા રેડ એલર્ટ પર, NDRF બચાવ કામગીરી માટે ખડેપગે

અચાનક પાણીનો ધસમસતો પ્રવાહ આવી જતા ગાડી પાણીમાં તણાઈ -બોડેલી તાલુકાના નાની બુમડી ગામે માનવતાને મેહકાવતો બનાવ ગત બુધવારની મધરાત્રે બન્યો હતો. રાત્રીના લગભગ ત્રણ વાગ્યાના સુમારે મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના મનાવર ગામનાં વ્હોરા સમાજના પાંચ વ્યક્તિઓ(Five people from Vhora community) ઇકો ગાડી લઈ અમદાવાદમાં મજાર પર જ્યારત કરવા જઈ રહ્યા હતા. જેઓની ઇકો ગાડી બોડેલી તાલુકાના નાની બુમડીમાં જૈન મંદિર ફળિયા પાસે પહોંચી હતી. ત્યાંથી પસાર થતા કોતર ઉપરના કોઝવે પરથી થોડુ થોડુ પાણી પસાર થઈ રહ્યુ હતુ. તે સમયે ઇકો કાર ચાલકે ગાડી પાણીમાં નાખતા કોઝવે ઉપર અચાનક પાણીનો ધસમસતો પ્રવાહ આવી જતા ગાડી પાણીમાં તણાઈ ગઈ હતી. તે સમયે ગાડીમાં સવાર વ્હોરા સમાજના પાંચ વ્યકિતઓ બુમરાણ મચાવતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા. દોરડા નાખી એક પછી એકને સલામત રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા.

બૂમડી ગામનાં લોકોએ નિભાવી માનવતા -નાની બુમડી ગામનાં(Nani Bumdi of Bodeli Taluk) દિનેશ, હરશિંગ, તુલસી, વદેશિંગ, નરોત્તમ, પ્રવીણ, સંજય, નવલસિંહ, કિસન, પૂનમ, શૈલેષ, હસમુખ, અખિલેશ, રણજીત, ઈશ્વર, ગણપત, મહેશ, દિલીપ, રઘા, બલશિંગ, સોમા, રઘા, બુધા, વિઠ્ઠલ, વિષ્ણુ, સુનીલ, નરેશ વગેરે એ જીવનો ખેલ ખેલી જંગલ વિસ્તારના ધસમસતા પ્રવાહમાં તણાઈ રહેલા અજાણ્યા વ્યકિતને જીવની પરવા કર્યા વિના ધસમસતા પાણીના પ્રવાહમાં કુદી જઈ બચાવી લીધા હતા. તે સમયે દિલધડક દ્રશ્યો સર્જાયા હતા.

આ પણ વાંચો:આભ ફાટ્યું : લોકોને પોતાના ઘર બચાવવાને લઈને દુ:ખના દાળિયા

અમારી કોઇએ બૂમ સાંભળી ના હોત, તો આજે મોત નિપજ્યું હોત -રેસ્ક્યુ કરેલા અલી અશગર ખડકીવાલા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, "જો બે પાંચ મિનિટ અમારી કોઇએ બૂમ સાંભળી ન હોત અને દોરડા બાંધી પાણીમાં ના કૂદી પડ્યા હોત તો આજે મોત નિપજ્યું હોત." તેઓ જોડે મુસ્તુફા આવંદાવાલા, મુસ્તુફા સ્ટીલ વાલા, મકબુલ ખડકી વાલા અને ચાલક ગબુ પાંચે વ્યક્તિઓ એ મોત પાસે જઈને પાછા આવ્યા છે તેમ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details