ગુજરાત

gujarat

ETV Bharat / state

Heavy Rain: છોટાઉદેપુરમાં નસવાડીની હાઈસ્કૂલના મેદાનમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા વિદ્યાર્થીઓ ઘરે પરત ફર્યા - વિદ્યાર્થીઓને તકલીફ

છોટાઉદેપુરમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. અહીં નસવાડી તાલુકામાં મંગળવારે રાત્રે ધોધમાર વરસાદ (Heavy Rain) પડ્યો હતો, જેના કારણે અશ્વિન નદીમાં નવા પાણીની આવક થઈ હતી. સાથે જ કુકાવટીથી વાઘિયા જવાના લો લેવલનો કોઝ-વે પાણીમાં ગરકાવ થતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Heavy Rain: છોટાઉદેપુરમાં નસવાડીની હાઈસ્કૂલના મેદાનમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા વિદ્યાર્થીઓ ઘરે પરત ફર્યા
Heavy Rain: છોટાઉદેપુરમાં નસવાડીની હાઈસ્કૂલના મેદાનમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા વિદ્યાર્થીઓ ઘરે પરત ફર્યા

By

Published : Sep 29, 2021, 1:52 PM IST

  • છોટાઉદેપુરમાં છેલ્લા ઘણા દિવસથી પડી રહ્યો છે ધોધમાર વરસાદ (Heavy Rain)
  • વરસાદના કારણે અશ્વિન નદીમાં નવા પાણીની આવક થઈ
  • કુકાવટીથી વાઘિયા જવાના લો લેવલનો કોઝ-વે પાણીમાં ગરકાવ થયો
  • જિલ્લામાં નસવાડીની હાઈસ્કૂલના મેદાનમાં પાણી ભરાઈ ગયા

છોટાઉદેપુરઃ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વરસાદ (Heavy Rain) પડી રહ્યો છે, જેના કારણે સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી છે. ત્યારે ગઈકાલે (મંગળવારે) પણ જિલ્લામાં ધોધમાર વરસાદ (Heavy Rain) પડતા અશ્વિન નદીમાં (Ashvin River) નવા પાણીની આવક થઈ હતી. અહીં નસવાડીમાં છેલ્લા 24 કલાક દરમિયાન 95 મીમી વરસાદ વરસ્યો હતો. તો ભારે વરસાદના કારણે કુકાવટીથી વાઘિયા જવાનો લો લેવલનો કોઝ-વે પાણીમા ગરકાવ થઈ ગયો હતો, જેના કારણે ખેડૂતો, પશુપાલકો, ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અનેક રજૂઆત છતાં મેદાનમાં ભરાતા પાણીનો નિકાલ નથી થતો

નસવાડીમાં 15 હજાર ચોરસ ફૂટ મેદાન અને હાઈસ્કૂલના મેદાનમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને શાળામાં અંદર જવામાં તકલીફ પડી હતી. તો કેટલાક વિદ્યાર્થીઓ તો ઘરે પરત ફર્યા હતા. આ અંગે અવારનવાર તાલુકા, જિલ્લા તંત્રને રજૂઆત કરવા છતાં હાઈસ્કૂલના મેદાનમાં ભરાતા પાણીનો નિકાલ નથી કરાતો. એટલે મેદાનમાં વારંવાર પાણી ભરાઈ જાય છે.

જિલ્લામાં નસવાડીની હાઈસ્કૂલના મેદાનમાં પાણી ભરાઈ ગયા

જિલ્લામાં 24 કલાક દરમિયાન ક્યાં કેટલો વરસાદ પડ્યો?

છોટા ઉદેપુર- 51 મીમી (2.04 ઈંચ)

જેતપુર પાવી- 3 મીમી

સંખેડા- 58 મીમી (2.32 ઈંચ)

નસવાડી- 97 મીમી (3.88 ઈંચ)

બોડેલી- 50 મીમી (2 ઈંચ)

ક્વાન્ટ- 59 મીમી (2.36 ઈંચ)

આ પણ વાંચોઃનર્મદાના 9 દરવાજાઓ ખોલવામાં આવ્યા, કરજણ ડેમ ઓવરફ્લો

આ પણ વાંચોઃબોટાદ: સાંગળપૂરમ રોડ બ્રિજમાં સ્કુલ બસ ફસાઈ

ABOUT THE AUTHOR

...view details