ગુજરાત

gujarat

ETV Bharat / state

બોડેલીમાં PM મોદીએ કહ્યું વાતાવરણ બધું એક તરફી છે બધા રેકોર્ડ તોડવાના - PM Modi visits Gujarat

છોટા ઉદેપુરની ત્રણ વિધાનસભા બેઠકને કબજે (Bodeli PM Modi sabha) ભાજપનું એડીચોટીનું જોર સામે આવ્યું છે. છોટા ઉદેપુરના બોડેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભા (Chhota Udaipur assembly seat) ગજવી હતી. PM મોદીએ કહ્યું કે, ગુજરાતની જનતા ચૂંટણી લડી રહી છે. (Gujarat Assembly Election 2022)

બોડેલીમાં PM મોદીએ કહ્યું વાતાવરણ બધું એક તરફી છે બધા રેકોર્ડ તોડવાના
બોડેલીમાં PM મોદીએ કહ્યું વાતાવરણ બધું એક તરફી છે બધા રેકોર્ડ તોડવાના

By

Published : Dec 2, 2022, 10:20 AM IST

છોટા ઉદેપુર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં ખરેખરો (Bodeli PM Modi sabha) રંગ જામી ચુક્યો છે. ત્યારે ગઈકાલે પ્રથમ તબક્કાનુું મતદાન પણ યોજાઈ ગયું છે. તો બીજી તરફ બીજા તબક્કામાં મતદાનને લઈને મતદારોને રિઝવવા નેતાઓ રોડ શો, સભા સંબોધી રહ્યા છે. ત્યારે છોટા ઉદેપુરની ત્રણ વિધાનસભા બેઠકને કબજે કરવા કોંગ્રેસ ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જેને લઈને છોટા ઉદેપુરના બોડેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભા ગજવી હતી. સભામાં વડાપ્રધાન મોદીએ આડકતરી રીતે કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા હતા. (Chhota Udaipur assembly seat)

બોડેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભા ગજવી

વડાપ્રધાન મોદીએ સભામાં શું કહ્યું છોટાઉદેપુર જિલ્લાની ત્રણ બેઠકો પૈકી બે બેઠકો પર કોંગ્રેસનું કબજો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi visits Gujarat) ચૂંટણી સભા સંબોધતા જણાવ્યું હતું કે, આદિવાસી નાના નાના ખેડૂત પ્રધાનમંત્રી કિશાન સન્માન નિધિ યોજના હેઠળ વર્ષમાં 12 હજાર સીધા એમના ખાતામાં કોઈ વચેટિયા વગર સીધા ખાતામાં જમાં થયા છે. આદીવાસી વિસ્તારમાં ઝૂંપડામાં રહેતાં આદિવાસીઓને એમની ડિઝાઇન જેવુ મકાન બનાવવા માટે ઘરમાં વીજળી, નળ, તેમજ શૌચલાય બનાવવાનું કામ કર્યુ છે. (PM Modi sabha in Chhota Udaipur)

સંખેડાનું ફર્નિચર મે દુનિયામાંવધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ગુજરાતની ચૂંટણી (PM Modi visits Chhota Udepur) ગુજરાતની જનતા લડી રહી છે. છોટા ઉદેપુર જિલ્લામાં 30 હજાર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવ્યાં છે. છોટા ઉદેપુર જિલ્લાનું જગ વિખ્યાત સંખેડાનું ફર્નિચર મે દુનિયાના લોકોને પહોંચાડ્યું છે. વધુમાં PM મોદીએ કહ્યું વાતાવરણ બધું એક તરફી છે બધા રેકોર્ડ તોડવાના છે. તેમજ કોંગ્રેસ પર આકરા પ્રહહાર પણ કર્યા હતા. આ સભામાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. ત્યારે હવે જોવું રહ્યું કે, છોટા ઉદેપુરની પ્રજા કોને મત આપીને નેતાને રીઝવશે. (Gujarat Assembly Election 2022)

ABOUT THE AUTHOR

...view details