છોટાઉદેપુરરાજ્યમાં દારૂબંધી (alcohol ban in gujarat) છે તેમ છતાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ દારૂની મહેફિલ માણતા હોવાના સમાચાર અનેક વખત સામે આવે છે. આવો જ એક કિસ્સો જોવા મળ્યો બોડેલી બસ ડેપોમાં (bodeli st depot). અહીં કર્મચારીઓ ઓફિસમાં જ બેસીને દારૂની મહેફિલ માણતા (GSRTC Employee alcohol party at Office) હોવાનો વીડિયો વાઈરલ (video goes viral) થયો હતો. ત્યારબાદ એસટી તંત્ર (Gujarat State Road Transport Corporation) હરકતમાં આવ્યું છે.
કર્મચારીઓને ફરજ મોકૂફ કરાયા વીડિયો વાઈરલ છોટાઉદેપુર જીલ્લો સરહદી જિલ્લો છે. એટલે પરપ્રાન્તમાંથી દરરોજ વિદેશી દારૂ ઝડપાઈ રહ્યો છે. પરંતુ નહીં પકડાયેલ દારૂ લોકો પી રહ્યા હોવાનો પૂરાવો બોડેલી એસ.ટી.ડેપોમાં (bodeli st depot) જોવા મળ્યો છે. આ એસ.ટી.ડેપોમાં કામ કરતા કર્મચારીઓ મોડી રાત્રે વિદેશી દારૂની ઓફિસમાં જ બેસીને મહેફિલ માણી રહ્યા હોવાના વિડીઓ વાઇરલ (video goes viral) થયા છે. આ વીડિયોમાં એક ખુરશીમાં એક આધેડ ઉંમરના વ્યક્તિ બંડી અને ખાખી કલરનો પેન્ટ પહેરીને ટેબલ પર દારૂનો ગ્લાસ ભરીને ચૂસકી લેતા તેમ જ તને સાથ આપવા અન્ય એક વ્યક્તિ બાજુમાં બંડી પહેરીને કાઇક ખાતા હોવાનો વિડીઓ વાઇરલ થયો છે.
પોલીસમાં થઈ ફરિયાદ આ વિડીઓ અંગે બોડેલી એસ.ટી.ડેપોના (bodeli st depot) ઇન્ચાર્જ ડેપો મેનેજર એ.એચ.ચૌહાણને ટેલિફોન કરીને પૂછતા તેઓએ આ વિડીઓ અંગે તપાસ શરૂ કરી છે. તેમ જ બોડેલી પોલીસને (Bodeli Police) જાણવા જોગ ફરિયાદ આપવાના હોવાની વાત પણ કરી રહ્યા છે.
કોઈ કાર્યવાહી નહીં મહત્વની વાત એ છે કે, ગુજરાતમાં દારૂબંધી (alcohol ban in gujarat) છે. તેમ છતાં દરરોજ સેંકડો બોટલ દારૂ છોટાઉદેપુર પોલીસ (Chotaudepur Police) ઝડપી રહી છે તેમ છતાં સરકારી કર્મચારી કચેરીમાં બેસીને ખૂલ્લેઆમ (GSRTC Employee alcohol party at Office) કોઈ પણ પ્રકારના ડર વિના દારૂની મહેફિલ માણી રહ્યા છે. આ વિડીઓ વાઈરલ થયાને લગભગ 12 કલાક કરતાં વધુ સમય થઈ ગયો છતાં એસ.ટી.વિભાગ (Gujarat State Road Transport Corporation) અથવા પોલીસ વિભાગ તરફથી કોઈ પણ જાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. જેને લઈને આવા નશેડી કર્મચારીઓને બચાવવા માટેના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે.
કર્મચારીઓને કરાયા ફરજ મોકૂફ આ વીડિયો વાઈરલ થતાં એસ.ટી.વિભાગ હરકતમાં આવ્યું હતું, અને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તપાસમાં મળેલ રિપોર્ટના અનુસંધાને વાઈરલ વીડિયોમાં ટ્રાફિક કન્ટ્રોલર નવિન પુનાભાઈ રાઠવા, હિતેશ પુરુષોત્તમભાઈ સુથાર અને રાજેશ મોતીભાઈ ડિંડોર દારૂ પીતા હોવાનું જાણવા મળ્યું હતું. આ ત્રણેય કર્મચારીઓને ફરીથી આદેશ ન થાય ત્યાં સુધી ફરજ મોકૂફનો હુકમ વિભાગીય નિયામક અને યોગ્ય સત્તાધિકારી એસ. પો. માત્રોજાએ કર્યો હતો. તેના કારણે એસ.ટી.વિભાગના કર્મચારીઓમાં સન્નાટો છવાઇ ગયો છે.
ગંભીર પગલા લેવા કરાયું રિપોર્ટિંગ ગઈકાલે બોડેલી એસ.ટી.ડેપો ખાતે જે બનાવ બન્યો છે. તેના વિડીઓ વાઇરલ થયા (GSRTC Employee alcohol party at Office) છે. તેના અનુસંધાને જે તે કર્મચારીઓ જવાબદાર છે. એની સામે પોલીસ સ્ટેશનમાં (Bodeli Police) લેખિત જાણ કરી છે. તેમ જ ઉપરી અધિકારીઓની સૂચના અને આદેશ અનુસાર એમની સામે ગંભીર પગલાં લેવા માટે રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે. આ અંગે અહેવાલ પાઠવી દેવામાં આવ્યો છે. હાલ તો વીડિયોમાં ત્રણ કર્મચારીઓ દેખાય છે, જેમાં એકનો ચહેરો દેખાતો નથી પણ એને ઓળખ કરીને કુલ ત્રણ કર્મચારીઓ સામે ગંભીર પગલાં લેવા માટે રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે.