- અચાનક પચાસથી વધુ બકરા બકરીના મોત નિપજતા પંથકમાં ચકચાર
- બકરાઓને ઈન્જેક્શન આપી સારવાર આપવામાં આવી
- બકરાઓનો ઉછેર કરીને જીવન ગુજરાન ચલાવતા પરિવારો પર આભ ફાટ્યું
છોટાઉદેપુર :છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના સોનગીર ઇન્દ્રાલ ગામે બકરાઓમાં નવો રોગ આવી ચડ્યો છે. આ રોગનાં કારણે બકરાના મોત થઇ રહ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે. બકરાઓમાં વાળ ખરવાના રોગથી અંદાજીત 50થી વધુ બકરાઓના મોત થયાનું સામે આવી રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના સોનગીર ઈન્દ્રાલ ગામે છેલ્લા કેટલાક દિવસથી બકરા અને બકરીઓ અચાનક મૃત્યુ પામવા લાગ્યા હતા.જેમાં કુલ 56 બકરાના મોત થયા હતા.
સંખેડા તાલુકાના પશુ ચિકિત્સક સ્થળની મુલાકાત લેતા માલુમ પડ્યું કે બકરાંઓને ખરજવાનો રોગ લાગ્યો હતો.જેના લીધે બકરાઓના વાળ ખરી પડવા તેમજ શરીર લેવાતું જાય અને શરીરમાં વિકનેસ પેદા થાય છે. જેના લીધે ધીમે ધીમે બકરાઓ મુત્યુ પામ્યા હતા. પશુ ચિકિત્સક દ્વારા ખરજવાની ઇન્જેક્શન ઈન્દ્રાલ ગામે જેટલા પશુપાલક બકરાઓ રાખે છે. તેમના બકરાઓને ઈન્જેક્શન આપી સારવાર કરવામાં આવી હતી.