પ્રદેશ પ્રમુખની હાજરીમાં ગીતાબેન રાઠવાએ ઉમેદવારી પત્ર ભર્યુ - candidate
છોટાઉદેપુર: લોકસભાની ચુંટણીમાં રાજ્યમાં પ્રથમ આદિવાસી મહિલા ઉમેદવાર અને છોટાઉદેપુર બેઠકના ભાજપના ઉમેદવાર ગીતાબેન રાઠવાએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતુ, તો ઉમેદવારી પત્ર ભરવા જતા પૂર્વે ભાજપા કાર્યાલયમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ એક જાહેર સભાને સંબોધી હતી.

ગુજરાતનાં ઇતિહાસમાં પ્રથમ વખત એક આદિવાસી મહિલાની લોકસભાબેઠક માટે પસંદગી કરવામાં આવી છે.ભાજપા દ્વારા આદિવાસી માટે અનામત બેઠક એવી છોટાઉદેપુર લોકસભાની બેઠક માટે ચાલુ સાંસદ રામસિંહ રાઠવાનું પત્તું કાપી ગીતાબેન રાઠવાના નામની જાહેરાત થયા બાદ ગીતાબેન રાઠવાએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતુત્યારે ગીતાબેનનાં ઉમેદવારી પત્ર રજુ કરવા જતા પૂર્વે રાજ્યના મુખ્ય પ્રધાન, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતું વાઘાણીએ ભાજપા કાર્યાલયના પટાંગણમાં જાહેર સભાને સંબોધી હતી. આસભામાં પ્રદેશ ઉપાધ્યક્ષ શબ્દશરણ બ્રહ્મભટ્ટ ,સાંસદ રામસિંગ રાઠવા સહીત બેઠકમાં સમાવિષ્ટ તમામધારાસભ્યો પણ હાજર રહ્યા હતા.