ગુજરાત

gujarat

આદિવાસી સમાજે આપેલા છોટા ઉદેપુર બંધના એલાનને પગલે શહેર સજ્જડ બંધ

By

Published : Feb 7, 2020, 11:51 PM IST

છોટા ઉદેપુર જિલ્લાના આદિવાસી રાઠવા સમાજની ઓળખ સામે ઉદ્દભવેલા પ્રશ્ન બાબતે શુક્રવાર રોજ સરકાર સામે વિરોધ દર્શવા માટે સમગ્ર આદિવાસી સમાજે બંધ પાળ્યું હતું. પોતાના તમામ કામો રોકી સજ્જડ બંધ પાળ્યુ હતુ.

following-the-strike-the-entire-chota-udaipur-district-is-tightly-closed
બંધને પગલે સમગ્ર છોટા ઉદેપુર જિલ્લો સજ્જડ બંધ

છોટા ઉદેપુરઃ રાઠવા સમાજના લોકો શુક્રવાર વહેલી સવારથી બજારમાં વિરોધ પ્રદર્શન કરવા માટે નીકળ્યા હતા. તેમણે સૂત્રોચ્ચાર સરકાર વિરોધી હતા. તમામ વાહન વાહન વ્યવહાર બંધ કરાવાયો હતો. રોડ પર વૃક્ષ કાપી છોટા ઉદેપુર વડોદરા રોડ પણ બંધ કરાવાયો હતો.

બંધને પગલે સમગ્ર છોટા ઉદેપુર જિલ્લો સજ્જડ બંધ

છોટા ઉદેપુર જિલ્લાના તમામ લોકો એ પોતાની દુકાનો બંધ રાખી આદિવાસીઓને સહકાર આપ્યો હતો. પાવી-જેતપુર ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારીની ગાડીને પણ રોકવામાં આવી હતી. બોડેલી ખાતે ટ્રેનને પણ રોકવામાં આવી હતી.

આ બંધ અંતર્ગત જિલ્લાની શાળાઓમાં પણ રજા રાખવામાં આવી હતી. તેમજ બસો પણ બંધ રહી હતી. જેને પગલે જનજીવન પર પણ માઠી અસર પડી હતી. તમામ રાઠવા સમાજ શુક્રવારના રોજ એકજૂથ થઈને આદિવાસીની સમસ્યાને જો વહેલી તકે સરકાર દ્વારા ઉકેલ નહીં લાવામાં આવે, તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. તારીખ 09ના રોજ ગાંધીનગર પણ જવાની પણ વાત કરી હતી. હવે આગામી સમયમાં સરકાર શું નિર્ણય કરશે, તે જોવાનું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details