- નસવાડી APMCમાં કપાસનો પાક વેચવા આવ્યા હતા ખેડૂતો
- ઓછો ભાવ મળતો હોવાના આક્ષેપ સાથે ખેડૂતોનો સૂત્રોચાર
- બજાર ભાવ કરતા પણ ઓછો ભાવ મળતો હોવાના કારણે હરાજી બંધ કરાવી
છોટાઉદેપુર: લાભ પાંચમના શુભ મુહૂર્તથી નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (Agricultural Produce Market Committee)માં કપાસ ખરીદવામાં આવશે, જેની જાહેરાત કરાઈ હતી. જેને લઇને ખેડૂતો વાહનો લઇને નસવાડી ખાતેની APMCમાં કપાસનો પાક વેચવા આવ્યા હતા. ખરીદી શરૂ થયા બાદ એક-બે સાધનની હરાજી થતા બજાર કરતા પણ ઓછો ભાવ મળતો હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ સૂત્રોચાર કરી હરાજી બંધ કરાવી હતી.
150 જેટલા વાહનો કપાસ લઇને આવ્યા હતા
નસવાડી ખાતે માર્કેટમાં 150 જેટલા વાહનો કપાસ ભરી આવ્યા હોવાથી ખેડૂતોને સારો ભાવ મળવાની આશા હતી, પરંતું બજાર ભાવ કરતા પણ ઓછો ભાવ મળતા વર્ષના પહેલા દિવસે જ ખેડૂતો વિફર્યા હતા અને પહેલી વખત જાહેર હરાજી શરૂ થતા ખેડૂતોએ હોબાળો મચાવતા કપાસની હરાજી અટકી પડી હતી.
APMCએ રાખેલ જાહેર હરાજીનો ફિયાસ્કો