- નસવાડી CCIકેન્દ્ર ખાતે ખરીદી બંધ કરતા ખેડૂતોને હાંલાકી
- APMC પર નોટીસ મારી દેતા ખેડૂતોને ધરમ ધક્કા ખાવાનો વારો
- કપાસને ખાનગી વેપારીઓને વેચવા માટે ખેડૂતો મજબૂર
છોટા ઉદેપુર : જિલ્લાના નસવાડી CCI કેન્દ્રમાં કપાસની ભારે આવક થતા કપાસની ખરીદની મર્યાદા 100 ગાંસડીઓ જ ખરીદ કરવાનું નક્કી કરવામા આવ્યું હતું. 100 ગાંસડીઓ માટે 500 કવિન્ટલ કપાસ CCI ખરીદી કરી રહી છે. જ્યારે રોજની 2500 ક્વિન્ટરલ કપાસની આવક હોય ખેડૂતો નવા નિયમ મુશ્કેલીમાં મૂકાયા છે. નવા નિયમ બાદ પણ ખેડૂતો કપાસ વેચવા માટે મોટી સંખ્યામા ભેગા થતા હોવાથી એપીએમસી કપાસ વેચવા આવનારા ખેડૂતોની નોંધણી શરૂ કરી છે. નોંધણીની શરૂઆત થતા લગભગ 1,100 ખેડૂતોએ નોંધણી કરાવી દીધી છે. જેમાં પણ ફક્ત 400 જ ખેડૂતોના કપાસની ખરીદી કર્યા બાદ ફરી CCIએ વાતાવરણમા માવઠાની આગાહીને લઈ 9થી 17 જાન્યુઆરીના રોજ કપાસની ખરીદી બંધ કરી હોવાની નોટીસ એપીએમસી પર મારી દેતા ખેડૂતોને ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે.
જગતનો તાત કપાસને ખાનગી વેપારીઓને આપવા મજબૂર
કુદરતી આફતો સહન કર્યા બાદ હવે જે કંઈ ખેતીની ઉપજ બચી છે, તેનું વળતર મેળવવા હવે જગતના તાત માટે મૂશ્કેલી સર્જાઈ છે. જે લોકોએ કપાસની ખેતી કરી છે, તે ખેડૂતોનો કપાસ પોતાના કાચા મકાનોમાં મૂકી રાખ્યો છે. તો કેટલાક ખેડૂતોએ ખેતરમાંથી કપાસ વિણી પણ નથી રહ્યા. CCIમાં ખરીદી બંધ થતાં કેટલાક ખેડૂતોને ઘર ચલાવવું પણ મૂશ્કેલ બન્યું છે. ખેડૂતો કપાસને ખાનગી વેપારીઓને આપી રહ્યા છે.