ગુજરાત

gujarat

ETV Bharat / state

છોટાઉદેપુર જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ઓરસંગ નદી બે કાંઠે - Universal rain

સપ્ટેમ્બરની શરૂઆતથી જ રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર થઈ રહી છે. સારા વરસાદને કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે જેના કારણે ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે છોટાઉદેપુરનો આડ બંધ પણ ઓવરફ્લો થયો હતો.

river
છોટાઉદેપુર જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ઓરસંગ નદી બે કાંઠે

By

Published : Sep 11, 2021, 2:03 PM IST

  • રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર
  • ઓરસંગ નદીમાં આવ્યા નવા નીર
  • છોટાઉદેપુરનો આડ બંધ ઓવરફ્લો

છોટાઉદેપુર: મહિનાની શરૂઆતના દિવસોથી જ રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. વરસાદની ઘટ વચ્ચે સાર્વત્રિક વરસાદ પડતા નદીઓમાં નવા નીરની આવક થઈ છે જેના કારણે ડેમો ઓવર ફ્લો થઈ રહ્યા છે. છોટાઉદેપુરની આરસંગ નદીમાં પણ નવા નીર આવતા આડ બંધ ઓવર ફ્લો થયો હતો.

ખેડૂતોમાં ખૂશીનો માહોલ

જિલ્લાના રજૂવાંટ ગામે સવારના 7 વાગે ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ હતી. જેના પાણી નદીમાં આવતાં છોટા ઉદેપુર ટાઉનમાં બનાવવામાં આવેલ નવ નિર્મિત આડ બંધ ઓવર ફલો થયો હતો.. છોટા ઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી જતાં ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી હતી.

છોટાઉદેપુર જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ઓરસંગ નદી બે કાંઠે

છોટા ઉદેપુર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન

ગામ વરસાદ(mm)
કવાંટ 22 મીમી
છોટા ઉદેપુર 31 મીમી
જેતપુર પાવી 15 મીમી
નસવાડી 09 મીમી
બોડેલી 14 મીમી
સંખેડા 29 મીમી.

ABOUT THE AUTHOR

...view details