છોટાઉદેપુર : એસ.એફ.હાઈસ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં કલામહાકુંભનો આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ કલા મહાકુંભના શુભારંભમાં કલેક્ટરે સમૃદ્ધ આદિવાસી કલા વારસાને ઉજાગર કરી સારા કલાકારો જિલ્લામાંથી આગળ આવે તેવી અપેક્ષા કરી હતી. તેમજ નગરપાલિકા પ્રમુખ નેહાબેન જૈસ્વલે જણાવ્યું હતું કે, કલામહાકુંભના માધ્યમથી છોટાઉદેપુરના કલાકારો તેમની પ્રતિભા માત્ર રાજ્યકક્ષાએ નહીં રાષ્ટ્રીય કક્ષાએ પણ ઉજાગર કરે તેવી શુભકામના પાઠવી હતી.
છોટાઉદેપુરની એસ.એફ.હાઈસ્કૂલ ખાતે જિલ્લાકક્ષાનો કલા મહાકુંભ યોજાયો
છોટાઉદેપુરની એસ.એફ.હાઈસ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં જિલ્લા રમત ગમત કચેરી દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો કલામહાકુંભ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લામાંથી આવેલા કલાકારોએ તેમની કલાકૃતિઓ રજૂ કરી હતી.
છોટાઉદેપુર
આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા ભાજપ પ્રમુખ જસુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, આદિવાસી રાઠવા સમાજના રાઠવા નૃત્ય આજે માત્ર રાજ્યમાં નહીં દેશભરમાં પણ ખ્યાતિપાત્ર બન્યું છે.
આ કાર્યક્રમના સ્વાગત પ્રવચનમાં જિલ્લા રમત ગમત અધિકારી લક્ષ્મણસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, દરેક માણસમાં એક કલાકાર જીવે છે. તેમની કલાને બહાર લઇ આવવા માટે કલા મહાકુંભનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જિલ્લામાંથી આવેલા કલાકારોએ તેમની કલાકૃતિઓ રજૂ કરી હતી.